મૂળ દ્રારકાનો વતની અને હાલ રાજકોટમાં ફોચ્ર્યુન હોટલ પાસે સરસ્વતીનગરમાં માસીના ઘરે રહેતા ઈજનેર યુવાને ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવાનને છેલ્લા ઘણા સમયથી મગજની બીમારી હોય તેની દવા કરવા છતાં ફરક ન પડતા તેનાથી કંટાળી આ પગલું કરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ૧૫૦ ફટ રીંગ રોડ પર ફોચ્ર્યુન હોટલ પાસે સરસ્વતી નગર ૧૮ માં રહેતા જીેશ સતિષભાઈ ધેડિયા(ઉ.વ ૨૭) નામના ઈજનેર યુવાને બુધવારે સમી સાંજના ઘરે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તે યાં કન્સ્ટ્રકશનનું કામ કરતો હતો તે ગૌરવભાઈ રાખશિયાને ફોન કરી મને માફ કરજો તેવું કહ્યું હતું જેથી ગૌરવભાઈને શંકા જતા તુરતં અહીં પહોંચ્યા હતા અને બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. બનાવવાની જાણ થતા તાલુકા પોલીસ મથકના સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, યુવાન મૂળ દ્રારકાનો વતની હતો અને બે ભાઈના પરિવારમાં નાનો હતો તે અહીં સરસ્વતીનગરમાં અઢી વર્ષથી માસીના ઘરે રહી કન્ટ્રકશન સાઇટ પર કામ કરતો હતો.યુવાનના અગાઉ લ થયા હતા અને એક વર્ષ પૂર્વે છૂટાછેડા થઈ ગયા જાણવા મળ્યું છે. યુવાનને છેલ્લા ઘણા સમયથી મગજની બીમારી હોય જેની દવા ચાલતી હતી પરંતુ તેમ છતાં દુખાવો ઓછો ન થતા તેનાથી કંટાળી તેણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસના અંતે જાણવા મળ્યું છે. બનાવ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર ચલાવી રહ્યા છે
ન્યુ ખોડિયાર સોસાયટીમાં વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
ન્યુ ખોડીયાર સોસાયટી શેરી નંબર ૧ માં રહેતા અને કડિયાકામ કરનાર હીરાભાઈ રણછોડભાઈ બજાણીયા (ઉ.વ ૬૬) નામના વૃદ્ધ ગઈકાલ રાત્રિના ૧૨:૩૦ વાગ્યે આસપાસ પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધ ત્રણ ભાઈ પરિવારમાં મોટા હતા હૃદયરોગના હત્પમલાથી વૃદ્ધનો મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech