યુટ્યૂબર અરમાન મલિકની બીજી પત્નીના દીકરાની તબિયત બગડી

  • May 16, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અરમાન મલિક એક મહિનાના પુત્રને લઇ હોસ્પિટલ દોડ્યો
  • બંને પત્નીઓ પાયલ અને કૃતિકાના રડી રડીને બેહાલ થઇ ગઇ


બે પત્નીઓ અને તેમના થકી તાજેતરમાં જ જોડિયા સહિત ત્રણ બાળકોનો પિતા બનનનારો યુટ્યૂબર અરમાન મલિક આજકાલ ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે અચાનક અડધી રાત્રે માત્ર એક મહિનાના દીકરાને લઇ હોસ્પિટલ દોડતો અરમાનનો વીડિયો વાઇરલ થતાં તેના ફેન્સને ધ્રાસ્કો લાગ્યો છે.


 યુટ્યુબર અરમાન મલિકની બંને પત્નીઓ લગભગ એક જ સમયે ગર્ભવતી થઈ હતી. ત્યાર બાદ પહેલાં બીજી પત્ની કૃતિકા મલિકે એક દીકરાને જન્મ આપ્યો હતો. થોડા દિવસ બાદ પ્રથમ પત્ની પાયલે એક દીકરા અને એક દીકરી એમ જોડિયા બાળાકનો જન્મ આપતા અરમાનની ખુશી બેવડાઇ નહીં ત્રેવાડાઇ ગઇ હતી.


પરંતુ હવે  તેમના નવા વ્લોગમાં જાણવા મળ્યું છે કે બીજી પત્ની કૃતિકા મલિકના એક મહિનાનાં દીકરા ઝૈદ મલિકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે અને તેની હાલત થોડી ગંભીર છે. વ્લોગમાં આ વિશે ડિટેલમાં જણાવવામાં આવ્યું છે. વ્લોગમાં જોઈ શકાય છે કે, તેની બંને પત્નીનો રડી-રડીને ખરાબ હાલ થઈ રહ્યો છે.


વીડિયોમાં જણાવવામાં આવ્યુ છે કે યુટ્યુબર અરમાન મલિકના એક મહિનાના દીકરા જૈદની તબિયત બગડી છે. જેના કારણે અડધી રાત્રે હોસ્પિટલમાં લઈને ભાગવું પડ્યુ. અરમાન મલિક અને કૃતિકા મલિકનાં લાડલા દીકરાને ઝાડા અને ડીહાઈડ્રેશન થઈ ગયું છે અને સ્ટૂલમાં લોહી આવી રહ્યુ હતું. કૃતિકા અને પાયલ બંને બાળકની હાલત જોઈને ખૂબ જ પરેશાન છે.



અરમાન મલિકનાં વ્લોગમાં જોઈ શકાય છે કે, ડૉક્ટરે ઝૈદને દાખલ કરવાની સલાહ આપી છે અને બાળકની હાલત જોઈને પાયલ અને કૃતિકાનું રડવાનું બંધ નથી થઈ રહ્યુ. અરમાન પોતાની બંને પત્નીને શાંત કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વીડિયોમાં હોસ્પિટલમાં સુતેલા ઝૈદની ઝલક પણ જોઈ શકાય છે. કૃતિકાને આ મુશ્કેલ સમયમાં પાયલ પૂરો સમય કૃતિકાની પાસે ઉભેલી જોવા મળી રહી છે જે જોઈને વ્યુઅર્સ ખૂબ જ ખુશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application