'યુટ્યૂબર અરમાન મલિક બે  લગ્નના નામે લોકોને મુર્ખ બનાવી રહ્યો છે'

  • May 01, 2023 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અન્ય યુટ્યૂબરે તેના હરિફ અરમાન મલિક પર લગાવ્યો મોટો આરોપ
  • અરમાન તાજેતરમાં જ ત્રણ બાળકોનો પિતા બનતા ખુશીથી સમાતો નથી


યુટ્યુબ જાણીતા થયેલો અરમાન તેની બે પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિકને કારણે ચર્ચામાં રહે છે. આ દિવસોમાં યુટ્યુબરની ખુશીનો કોઇ પાર નથી. પરંતુ એક અન્ય યુટ્યુબર વિવેક ચૌધરીએ અરમાન મલિક વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેનાથી અરમાનની ખુશી અને કરિયર બંને પર અસર પડી શકે છે. કારણ કે વિવકે અરમાન પર બે લગ્નના નામે લોકોને મુર્ખ બનાવવાનો આરોપ મૂક્યો છે.


અરમાનની જેમ વિવેક ચૌધરી પણ યુટ્યુબની દુનિયામાં ખૂબ જ ફેમસ છે. વિવેક તેની પત્ની ખુશી પંજાબન સાથે મળીને વ્લોગ બનાવે છે. જો કે હાલમાં તેની અને અરમાન વચ્ચે ખૂબ જ ટેન્શન જોવા મળી રહ્યું છે. વિવેકના કહેવા પ્રમાણે, અરમાન મલિક ફેમસ થવા માટે બે લગ્ન કરવાનો ઢોંગ કરી રહ્યો છે અને દુનિયાને મુર્ખ બનાવી રહ્યો છે.


નોંધનીય છે કે અરમાન ત્રીજી વખત પિતા બન્યો છે. તેની પહેલી પત્ની પાયલ મલિકે હાલમાં જ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.પાયલ પહેલાથી જ એક પુત્ર 'ચિરાયુ મલિક'ની માતા છે, હવે ફરી એકવાર તેણે એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો છે. થોડા દિવસો પહેલા અરમાનની બીજી પત્ની કૃતિકાએ પણ પુત્રને જન્મ આપ્યો હતો. આ દરમિયાન, અન્ય એક ફેમસ યુટ્યુબરે અરમાન મલિક વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 


પરંતુ હવે વિવેક ચૌધરીનો એક વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં યુટ્યુબર અરમાન મલિકનું નામ લીધા વગર તેના પર નિશાન સાધતો જોવા મળી રહ્યો છે. બંને યુટ્યુબર્સ અવાર નવાર એકબીજા પર આકરા પ્રહારો કરતા જોવા મળે છે. આ દરમિયાન વિવેક ચૌધરીએ અરમાન મલિકનું નામ લીધા વગર તેના બે લગ્નો પર સવાલ ઉઠાવ્યા છે.

 વીડિયોને એકસાથે મર્જ કરીને વિવેક ચૌધરીએ કહે છે કે...

 'મને સાચું કે ખોટું ન જણાવો, દુનિયાને તમારા બીજા લગ્નનું સત્ય જણાવો.' વિવેકના કહેવા પ્રમાણે, અરમાન મલિક ફેમસ થવા અને દુનિયાને મુર્ખ બનાવવા માટે બે લગ્નનો ઢોંગ કરી રહ્યો છે.


આ સિવાય વિવેક ચૌધરીએ અરમાન મલિક પર ઘણા આરોપો લગાવ્યા છે. વિવેકનું કહેવું છે કે તે અરમાનને સારી રીતે જાણે છે અને તેની સાથે જોડાયેલી દરેક વાત જાણે છે. તેણે ફેમસ થવા માટે તેના માતા-પિતાને પણ છોડી દીધા, માત્ર નામ કમાવવા માટે બે લગ્ન કરવાનો ઢોંગ પણ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application