સસ્પેન્શ :યુટ્યુબે એક અઠવાડિયા માટે ટ્રમ્પનું અકાઉન્ટ કર્યું બ્લોક

  • January 13, 2021 12:24 PM 844 views

યુએસ સંસદમાં થયેલી હિંસા બાદ ફેસબુક અને ટ્વિટર બાદ યુટ્યુબે પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં અકાઉન્ટ પર એક અઠવાડિયા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. વીડિયો પ્લેટફોર્મ દ્વારા આ પ્રતિબંધ પાછળ હિંસા ફેલાવવાની આશંકા વિશે જણાવવામાં આવ્યું છે. યુટ્યુબએ કહ્યું કે તેમના દ્વારા કરેલી પોસ્ટ કંઈપણ હિંસાની આગને ભડકાવી શકે છે. આ પહેલા ટ્વિટર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

20 જાન્યુઆરી સુધી બ્લોક રહેશે આ ખાતું 
20 જાન્યુઆરી સુધી આ પ્રતિબંધ મૂકવામાં આવશે , જો બાઈડેન 20 જાન્યુઆરીએ યુ.એસ. માં પદના શપથ લેશે અને માનવામાં આવે છે કે યુટ્યુબે આ કારણે જ આ નિર્ણય લીધો છે. તે જ સમયે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામેં પણ 20 જાન્યુઆરી સુધી ડોનાલ્ડ ટ્રમ્પના અકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગના જણાવ્યા અનુસાર, દેશના ડોનાલ્ડ અને ટ્રમ્પના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર યુનાઇટેડ સ્ટેટ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ, જો બાયડેનની શપથ લે ત્યાં સુધી પ્રતિબંધ રહેશે.

ટ્રમ્પે કહ્યું કે, "અમે ચૂપ બેસીશું નહીં
." ટ્વિટર પર કાયમી સસ્પેન્શન સમયે ટ્રમ્પના 8.87 કરોડ ફોલોઅર્સ હતા અને તેઓ 51 લોકોને ફોલો કરી રહ્યા હતા. ટ્વિટર પર પ્રતિબંધ મૂક્યાના કેટલાક કલાકો બાદ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું, "મને અનુમાન હતું કે આ થશે.  અમે અન્ય સાઇટ્સ સાથે વાત કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં જ આ અંગે મોટી જાહેરાત કરીશું અને અમે નજીકના ભવિષ્યમાં પોતાનું પ્લેટફોર્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ. અમે શક્યતાઓ પર પણ વિચાર કરી રહ્યા છીએ. અમે ચૂપ નહીં બેસીશું. "


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application