સ્માર્ટફોન ચાર્જ કરવા માટે તમારે ચાર્જરની જર નહી પડે, તમારી આંગળીથી ચાર્જ થવા લાગશે. વૈજ્ઞાનિકોએ એવું ટચૂકડું ડીવાઈસ બનાવ્યું છે કે જે પરસેવાથી જનરેટ વીજળી જનરેટ કરશે અને તેનાથી તમારો ફોન પણ ચાર્જ થઈ જશે . આપણે દરેક વસ્તુ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ. આનાથી અમાં કામ ઘણું સરળ બન્યું છે. હવે આપણે આંગળીઓથી પણ ફોન ચાર્જ કરી શકીએ એ દિવસો દુર નથી.થોડા વર્ષેા પહેલા વૈજ્ઞાનિકોએ એક એવું મશીન બનાવ્યું છે જે આપણી આંગળીઓના પરસેવાથી વીજળી ઉત્પન્ન કરે છે અને પછી તે વીજળીથી ફોન ચાર્જ થાય છે.
બેન્ડ એઇડ જેવું દેખાશે આ સાધન
તે એક નાની વસ્તુ છે જે બેન્ડ–એઇડ જેવી લાગે છે. તે આંગળી પર પેસ્ટ કરવામાં આવે છે. તેમાં સ્પોન્જ જેવી વસ્તુ હોય છે જે આપણો પરસેવો શોષી લે છે. પછી આ પરસેવો વીજળીમાં ફેરવાઈ જાય છે.
પરસેવામાંથી વીજળી પેદા થશે
ડેઈલી મેઈલના અહેવાલ મુજબ કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોએ એક નવી વસ્તુ બનાવી છે. આ વસ્તુ આંગળી પર પહેરવામાં આવતું નાનું ઉપકરણ છે. યારે આપણે સૂઈએ છીએ, ત્યારે આપણી આંગળીઓને થોડો પરસેવો થાય છે. આ ઉપકરણ આ પરસેવામાંથી વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળીથી આપણે આપણો ફોન કે ઘડિયાળ ચાર્જ કરી શકીએ છીએ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ઉપકરણને ૧૦ કલાક સુધી પહેરવાથી આપણો ફોન આખો દિવસ ચાલી શકે છે.
તે કેવી રીતે કામ કરશે?
તે એક પાતળી અને લવચીક પટ્ટી છે જેને આંગળીની આસપાસ લપેટી શકાય છે, જેમ આપણે પ્લાસ્ટર લગાવીએ છીએ. આ પટ્ટીની અંદર સ્પોન્જ જેવો પદાર્થ હોય છે જે આપણો પરસેવો શોષી લે છે. આ સ્પોન્જ આ પરસેવાને વીજળીમાં ફેરવે છે. યારે આપણી આંગળી પરસેવાથી ભીની થાય છે અથવા આપણે આ પટ્ટી દબાવીએ છીએ, ત્યારે તે વધુ વીજળી ઉત્પન્ન કરે છે. આ સ્ટ્રીપ બનાવવા માટે વૈજ્ઞાનિકોએ ત્રણ વર્ષ સુધી મહેનત કરી છે અને હવે તેને ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.જો કે, આ મશીનથી ફોન ચાર્જ કરવો અત્યારે એટલું સરળ નથી. તેને આંગળી પર પટ્ટીની જેમ બાંધવું પડશે. યારે આપણે સૂઈએ છીએ, ત્યારે આપણી આંગળીઓને થોડો પરસેવો થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech