મળશે ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ, એરટેલ અને નોકિયાએ 5G ટ્રાયલમાં 300 Mbps સ્પીડ કરી હાંસલ

  • September 02, 2024 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ પરીક્ષણ એરટેલની તકનીકી પ્રયોગશાળામાં થયું હતું. આ સ્પીડ સાથે 5G નેટવર્ક પરફોર્મન્સમાં એક નવું સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવ્યું છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સિદ્ધિ એરટેલની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એરટેલ વિશ્વ સાથે જોડાયેલા રહેવાની માંગ પૂરી કરી રહી છે. આ પરીક્ષણે 3.5 ગીગાહર્ટ્ઝ અને 2.1 ગીગાહર્ટ્ઝ ફ્રિકવન્સી બેન્ડની અપલોડ ઝડપ વધારી છે.



300 Mbps સ્પીડ કરી હાંસલ
વિગતવાર વાત કરીએ તો ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ, મીડિયાટેક અને નોકિયાએ તાજેતરમાં પરીક્ષણ દરમિયાન 5G નેટવર્ક પર 300 મેગાબીટ પ્રતિ સેકન્ડ અપલોડ સ્પીડ હાંસલ કરી છે. આ પરીક્ષણમાં નવી પેઢીના ચિપસેટ્સનો ઉપયોગ કરીને મિડ-બેન્ડ સ્પેક્ટ્રમના સમૂહનો સંયુક્ત ઉપયોગ સામેલ હતો. જો યુઝર્સને આ સ્પીડ મળશે તો તેમનો શેરિંગનો અનુભવ વધુ સારો થઈ જશે. પળવારમાં મોટી ફાઇલો શેર કરી શકશો.


5G નેટવર્ક પરફોર્મન્સમાં એક નવું સ્ટાન્ડર્ડ સેટ કરાયું
આ પરીક્ષણ એરટેલની તકનીકી પ્રયોગશાળામાં થયું હતું. આ સ્પીડ સાથે 5G નેટવર્ક પરફોર્મન્સમાં એક નવું સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવ્યું છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સિદ્ધિ એરટેલની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એરટેલ વિશ્વ સાથે જોડાયેલા રહેવાની માંગ પૂરી કરી રહી છે. આ પરીક્ષણે 3.5 ગીગાહર્ટ્ઝ અને 2.1 ગીગાહર્ટ્ઝ ફ્રિકવન્સી બેન્ડની અપલોડ ઝડપ વધારી છે. જે આવનારા દિવસોમાં ઈન્ટરનેટ યુઝર્સ માટે ફાયદાકારક સાબિત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application