રસોડામાં સૌથી મહત્વની વસ્તુઓમાંથી એક છે કિચન સિંક. રસોડાના લગભગ દરેક કામ અને સ્વચ્છતા અમુક હદ સુધી તેના પર નિર્ભર છે. જો કે સિંકને લગતી ઘણી સમસ્યાઓ દરરોજ ઊભી થાય છે. ક્યારેક સિંક બ્લોક થઈ જાય છે, ક્યારેક તેમાંથી દુર્ગંધ આવે છે, ક્યારેક તે બરાબર સાફ નથી થઈ શકતું અને બીજું કેટલુય. ખાસ કરીને શિયાળામાં ઠંડા પાણી અને ચીકાશ જમા થવાને કારણે આ સમસ્યા વધુ વધી જાય છે પરંતુ શું જાણો છો કે જો કિચન સિંકના પાઈપ પર એલ્યુમિનિયમ ફોઈલ લગાવી દો છો તો ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ થોડું વિચિત્ર લાગશે પરંતુ શિયાળામાં આ કિચન હેક ચોક્કસથી અજમાવવું જોઈએ. તો જાણો તેના ફાયદાઓ વિશે.
બ્લોકેજ અને દુર્ગંધની સમસ્યા દૂર થશે
વાસણો ધોતી વખતે રસોડાના સિંકમાં ઘણી બધી ચીકણાશ જમા થતી રહે છે. ધીમે-ધીમે તે એટલું વધી જાય છે કે કિચન સિંક બ્લોક થવા લાગે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં પાણી ખૂબ ઠંડુ થઈ જાય છે જેના કારણે તેનો પ્રવાહ પણ ધીમો પડી જાય છે. આનાથી ચીકાશ જમા થાય છે અને સિંક વારંવાર બ્લોક થઈ જાય છે. આવી સ્થિતિમાં, સિંક પાઇપ પર એલ્યુમિનિયમ ફોઇલને ચુસ્ત રીતે લગાવી શકો છો અને તેને ઢાંકી શકો છો. આમ કરવાથી સિંક ટ્રેપનું તાપમાન થોડું વધશે જેના કારણે ચીકાશ સરળતાથી બહાર નીકળી જશે. આ ઉપરાંત સિંકમાંથી આવતી દુર્ગંધની સમસ્યા પણ ઘણી હદ સુધી દૂર થઈ જશે.
ઉંદરોની સમસ્યાથી મેળવો છુટકારો
રસોડામાં થોડી શાંતિ થતાં જ ઉંદરોનો આતંક શરૂ થઈ જાય છે. ઘણી વખત ઉંદરો રસોડાના સિંકની પાઇપની મદદથી ઉપર ચઢવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ઘણી વખત તેઓ પાઈપ કાપી પણ નાખે છે જેના કારણે મોટી સમસ્યા સર્જાય છે. ત્યારે સિંકની પાઇપ પર એલ્યુમિનિયમ ફોઇલ લપેટી શકો છો. વાસ્તવમાં એલ્યુમિનિયમ ફોઈલની ચમકદાર સપાટી જોઈને ઉંદરો ડરી જાય છે. ઉપરાંત, તેઓ તેના અવાજથી ડરીને ભાગી જાય છે.
ભેજ અવરોધ તરીકે કાર્ય કરે છે
આખો દિવસ રસોડાના સિંકના પાઈપમાંથી પાણી નીચે તરફ જતું રહે છે. ખાસ કરીને જો રસોડાની સિંક પાઇપ મેટલની બનેલી હોય, તો કાટ લાગવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ માટે એલ્યુમિનિયમ ફોઇલનો પણ ઉપયોગ કરી શકો છો. પાઇપ પર એલ્યુમિનિયમ ફોઇલ વીંટાળ્યા પછી, તે ભેજ અવરોધ તરીકે કામ કરશે. આને કારણે પાઇપ પર ભેજ સ્થિર થશે નહીં અને કાટ લાગવાનો ભય રહેશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 23, 2024 12:14 PMગૃહમંત્રી દ્વારા સંસદમાં આપેલા નિવેદનનો સુરજકરાડી ખાતે વિરોધ કરતા દલિત સમાજના આગેવાનો
December 23, 2024 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech