શહેરના બોરતળાવ રોડ પર રહેતા અને સરદારનગરની સ્વામિનારાયણ કોલેજમાં અભ્યાસ કરતા યુવાન મેપાનગરમાં દરણું દળાવવા ગયો હતો ત્યારે ચાર શખ્સો સાથે કાતર મારવા જેવી બાબતે થયેલી બોલાચાલી બાદ યુવાને તમામ સાથે સમાધાન કરવા માટે બોલાવતા શખ્સોએ બોરતળાવ, કૈલાસ વાટિકા નજીક છરી વડે હુમલો કર્યો હતો. હુમલા દરમ્યાન વચ્ચે પડેલા અન્ય એક યુવાન પણ ઈજાગ્રસ્ત થતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનવું અંગે યુવાને નોંધાવેલી ફરિયાદના પગલે બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી હતી.
શહેરના બોરતળાવ રોડ પરના ગીતાનગરમાં રહેતા અને સરદારનગરની સ્વામિનારાયણ કોલેજમાં અભ્યાસ કરતા સ્નેહ હરેશભાઈ વાઘાણી(ઉ. વ. ૧૯)એ હર્ષરાજસિંહ ચાવડા, મિલનસિંહ ચાવડા, દક્ષરાજસિંહ અને હિરેન સોંલકી નામના શખ્સો સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે ગત સાંજના આશરે સાતેક વાગ્યાના સમયે હું દરણું દળાવવા માટે જતો હતો . તે દરમિયાન રસ્તામાં સુરેશભાઈ ની દુકાન મેપાનગર જવાના રસ્તે મને હર્ષરાજસિંહ ચાવડા તથા દક્ષરાજસિંહએ મને સાદ પાડી ઉભો રાખી કહેલ કે, તું કાતરુ મારો છો તે બંધ કરી દેજે નહીંતર હવે મજા નહીં આવે. તેમ મને ધમ કાવેલ હતો. હું દરણુ દડાવવા માટે ત્યાંથી નીકળી ગયેલ હતો.
આ લોકો મારી સાથે વધુ ઝઘડો કરશે તેમ મને લાગતા આ બાબતે મારે તેની સાથે સમાધાન કરી લેવું હોય, જેથી હર્ષરાજસિંહના મિત્ર પાર્થ ગજ્જરને મેં ફોન કરી, સમાધાન કરવા માટે અમે બોરતળાવના ઢાળમાં બોલાવેલ હતા. આ સમાધાનમાં હું તથા મારોભાઈ કૃષિલ વાઘાણી તથા કૌટુંબીક ભાઈ ઓ કપિલ વાઘાણી, નીરવ વાઘાણી, દર્શન વાઘાણી વગેરે બોરતળાવના ઢાળે જતા ત્યાં હર્ષરાજસિંહ ચાવડા, નિર્મલસિંહ
ચાવડા, દક્ષરાજસિંહ ચાવડા તથા હિરેન સોલંકીનાઓ હાજર હતા.અને અમોને કહેલ કે, અહીંયા આપણા સગાસંબં ધીઓ નીકળશે તેમ કહી કૈલાશવાટિકા બોરતળાવમાં જઈ બેસીને સમાધાનની વાતચીત કરી લઈએ.
તેમ કહેતા અમે બધા આશરે રાત્રિના સવા નવેક વાગ્યે કૈલાશવાટિકામાં પહોંચતા મિલનસિંહ ચાવડા એકદમ ઉશ્કેરાઈ જઈ અમોને ગાળો દેવા લાગતા, મેં ગાળો દેવાની ના પાડતા, આ ચારે જણા મને ઢીકા પાટુ વડે માર મારવા લાગતા, મને પછાડી દેતા, હિરેન સો લંકી પાસે છરી હોય, છરીનો એક ઘા જમણા પડખે મારી દેતા, મને ત્યાંથી લોહી નીકળવા લાગતા, ત્યાં હાજર સંદીપભાઈ જયંતીભાઈ લકુમ મને છોડાવવા વચ્ચે પડતા, તેને પણ હિરેન સોલંકીએ છરીના ઘા મારી દીધેલા હતા. અને કહેલ કે અમારે તમારી સાથે કોઈ સમાધાન કરવું નથી. હજી તો તમને મારી નાખવા છે. તેમ કહી આ લોકો ત્યાંથી જતા રહેલા અને આજુબાજુ માણસો ભેગા થઈ ગયેલ હતા. મને પડખાના ભાગે છરી વાગેલ હોવાથી મારાભાઇ કૃષિલના મોટરસાયકલ માં મને પ્રથમ સરકારી હોસ્પિટલ ભાવનગર ખાતે સારવારમાં દાખલ કરેલ અને ત્યાંથી વધુ સારવાર માટે અહીં બજરંગદા સબાપા આરોગ્યધામ ભાવનગર ખાતે સારવારમાં દાખલ કરે છે. સ્નેહ હરેશભાઈ વાઘાણીએ નોંધાવેલી ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરો હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદરબારગઢ બનશે જાહેર સંગ્રહાલય: રાજવી માંધાતાસિંહજીના નેતૃત્વમાં ટીમ કાર્યરત
April 21, 2025 03:51 PMભાજપ ડરે ત્યારે ઈડી અને સીબીઆઇને આગળ કરે : અનુમા આચાર્ય
April 21, 2025 03:49 PMઅકસ્માતની ઘટના મામલે સાંજે સિટી બસ એજન્સીના સંચાલકના નિવેદન લેવાશે
April 21, 2025 03:46 PMએન્જિનિયરિંગ બ્લોકથી ડિવિઝનની પોરબંદરથી ચાલતી બે ગાડીઓને અસર થશે
April 21, 2025 03:45 PMચોરી કરાયેલા ચાર મોબાઈલ સાથે મહિલા સહિત ૪ શખ્સો ઝડપાયા
April 21, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech