‘તારે અહીયા રહેવુ હોય તો પૈસા આપવા જ પડશે’, સ્ક્રેપ વેપારી પાસે ખંડણી માંગનાર શખસની ધરપકડ

  • August 10, 2024 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 શહેરના વિઆઈપીના ડેલામાં અલંગના સ્કેપનો વેપાર કરતા વેપારીને ’તારે અહીંયા રહેવુ હોય તો પૈસા આપવા  જ પડશે’ તેમ કહી ધમકી આપતા શખસ સામે ગુનો નોંધાયો હતો. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી કુંભારવાડાના શખસની ધરપકડ કરી લીધી હતી.


શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલા સ્ટાર રેસીડેન્સીમાં રહેતા અને વિઆઈપીમાં શૈરાની ટ્રેડર્શ નામે અલંગના સ્ક્રેપનો વેપાર કરતા યકીનભાઈ યાકુબભાઈ કલુડીએ બોરતળાવ પોલીસ મથકમાં જુબેર ઉર્ફે પપ્પુ પઠાણ (રે. કુંભારવાડા, ભાવનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ઉક્ત શકસે તેઓના ડેલે આવી ’તારે અહીંયા રહેવું હોય તો તારે મને પૈસા આપવા  જ પડશે’, નહી આપે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી અપશબ્દો કહ્યા હતા. આ,મામલે બોરતળાવ પોલીસે શખસ સામે ખંડણી સહીતની કલમો હેઠળ  ગુનો દાખલ કરી તપાસ હાથ ધરીને ગુનાના કામે કુંભારવાડાના પપ્પુ ઉર્ફે જુબેર પઠાણની ધરપકડ કરી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application