છૂટાછેડાં લેવા માટે કોર્ટમાં તો આવવું જ પડે, નોટરીને અધિકાર નથી: મધ્યપ્રદેશ હાઇકોર્ટ

  • May 25, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મધ્ય પ્રદેશ હાઈકોર્ટે એક અરજી પર સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે જો લ કર્યા બાદ છૂટાં પડવા માગતા હોય તો એકબીજા સાથે માત્ર સમજૂતીથી નહીં ચાલે, છૂટાછેડા લેવા માટે કોર્ટ તો આવવું જ પડશે. કારણકે છૂટાછેડાને ટિ્રપલ તલાક તરીકે ન સ્વીકારી શકાય. હાઇકોર્ટે કહ્યું હતું કે લ કરેલા બે લોકો છૂટા પડવા માટે પોતાની મરજીથી કોઈ નોટરી કરાર કરે તો તેને કાયદાની દ્રષ્ટ્રીએ છૂટાછેડા ના ગણી શકાય. મધ્ય પ્રદેશના ભોપાલમાં એક મહિલાએ પોતાના પતિની સામે ૪૯૮–એ દહેજ ઉત્પીડનની ફરિયાદ કરી હતી, જેને પગલે બાદમાં પતિ દ્રારા ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. પતિએ કોર્ટમાં એવો દાવો કર્યેા હતો કે ગુજરાતના વડોદરામાં અમે પતિ– પત્ની બન્નેએ સમજૂતીથી છૂટા પડવાનો નિર્ણય લીધો હતો અને તે માટે બન્ને વચ્ચે સમજૂતીપત્ર પણ તૈયાર કરવામાં આવ્યો હતો . જે બાદ પત્ની દ્રારા મારી સામે કલમ ૪૯૮–એ હેઠળ દહેજ ઉત્પીડનનો કેસ કરવામાં આવ્યો હતો. અમારી વચ્ચે અલગ થવાના કરારો થઈ ગયા હોવાથી આ ફરિયાદ માન્ય ના ગણી શકાય કેમ કે ફરિયાદી મહિલા મારી પત્ની રહી જ નથી. આ કેસમાં હાઈકોર્ટ સમક્ષ કેટલાક કાયદાકીય સવાલો ઉભા થયા હતા જેમાં જો સમજૂતીથી છૂટા પડા હોય તો તેને કાયદેસરના છૂટાછેડા ગણી શકાય? આવી સમજૂતી બાદ દહેજ ઉત્પીડનની ફરિયાદ કરી શકાય? સાથે રહેતા હોય તે સમયેદહેજ ઉત્પીડન થયું હોય તો છૂટાછેડા લીધા દ પણ શું મહિલા ફરિયાદ દાખલ કરી શકે? મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ ગુરપાલસિંઘ અહલુવાલિયાએ પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે જો કાયદેસર લ થયા હોય તો છૂટાછેડા માટે કોર્ટ આવવું ફરજિયાત છે, અરજદાર કપલ મુસ્લિમ ના હોવાથી તેમની વચ્ચે કોર્ટ બહાર છૂટા પડવા માટે કોઈ પણ પ્રકારની સમજૂતી થઈ હોય તેને કાયદેસરના છૂટાછેડા ના ગણી શકાય. નોટરી માત્ર સમજૂતી કરાવી આપીને છૂટાછેડા મંજૂર ના કરી શકે. સાથે જ હાઈકોર્ટે એ પણ નોંધ્યું હતું કે લ કરેલા દંપત્તિ સાથે રહેતા હોય તે સમયે જો દહેજ ઉપિડન થયું હોય તો છૂટાછેડા લઈ લીધા બાદ પણ મહિલા અગાઉના અપરાધને લઈને ફરિયાદ દાખલ કરાવી શકે છે. જેને પગલે પતિ સામે દહેજ ઉત્પિડનની કાર્યવાહી યથાવત રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application