યોગા અને બ્યુટી ક્વિન શિલ્પા શેટ્ટીનો પરિવાર કોરોના સંક્રમિત : શિલ્પાએ કહ્યું તે જાણવા જેવું છે

  • May 08, 2021 05:20 PM 

કોરોનાનો કહેર દેશ વિદેશ, નેતા અને અભિનેતાઓ ઉપર પણ વરસી રહ્યો છે.  અત્યાર સુધી અનેક સિતારા તેમજ તેમના પરિવારજનો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે આજે  શિલ્પા શેટ્ટીનો પરિવાર પણ કોવિડ પોઝિટિવ થયો છે. આ વાતની માહિતી શિલ્પા શેટ્ટીએ પોતે સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી છે.

 

 

શિલ્પાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે,  "છેલ્લા 10 દિવસ અમારી માટે એક પરિવાર તરીકે ખૂબ જ મુશ્કેલ રહ્યા. મારા સાસું, સસરા કોરોનાથી સંક્રમિત થયાં. તેના પછી મારી દીકરી સમીશા, દીકરો વિયાન, મારી માતા અને છેલ્લે રાજ પણ બધા જ કોરોનાથી સંક્રમિત થયા છે. તે બધા કોરોનાની ગાઇડલાઇન્સ પ્રમાણે ઘરે પોતાના રૂમમાં આઇસોલેશનમાં છે અને ડૉક્ટરની સલાહ પ્રમાણે જ સારવાર લઈ રહ્યા છે. મારો કોવિડ ટેસ્ટ રિપૉર્ટ નેગેટિવ આવ્યો છે. અમને તરત મદદ તેમજ પ્રતિક્રિયા માટે બીએમસીના આભારી છીએ."


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS