ઉનાળો ઝડપભેર આગળ વધી રહ્યો છે અને દિન પ્રતિદિન ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતીકાલથી ત્રણ દિવસ માટે ગરમી અને ભેજનું પ્રમાણ વધી જશે તે મામલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત ઉપરાંત કોકણ ગોવા આંધ્ર પ્રદેશ કર્ણાટક અને કેરળમાં પણ દરિયાકાંઠાના વિસ્તારો માટે આવું જ એલર્ટ આપવામાં આવ્યું છે. કોકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં હીટ વેવનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ભેજવાળા વાતાવરણ અને ગરમીના વધુ પ્રમાણને કારણે દરિયામાં કરંટ જોવા મળે છે. આ ઉપરાંત આવતીકાલથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાઇ રહ્યું છે. આ સિસ્ટમના કારણે દરિયો તોફાની બન્યો છે. પ્રતિ કલાકના 30 થી 40 કિલોમીટરની ઝડપે દરિયામાં પવન ફૂકાય છે. હવામાન વિભાગે આગામી તારીખ 11 સુધી દરિયામાં ન જવા માટે માછીમારોને ચેતવણી આપી છે. ગુજરાતના દરિયાકાંઠે આવતીકાલથી ત્રણ દિવસ ગરમી અને ભેજનું પ્રમાણ ઘણું વધી જશે તેમ પણ આ ચેતવણીમાં જણાવ્યું છે.
શુક્રવારે ભુજમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું જે અત્યારની સિઝનમાં હોવું જોઈએ તેના કરતાં પાંચ ડિગ્રી વધુ છે. દ્વારકામાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 93% કંડલામાં 91% નલિયામાં 84% ઓખામાં 88% પોરબંદરમાં 98% અને સુરતમાં 75% નોંધાયું છે. અમરેલીમાં ગઈકાલે મહત્તમ તાપમાન 38.5 ડાંગમાં 38.8 રાજકોટમાં 38.8 ડિગ્રી નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech