સુપરસ્ટાર યશએ તેના જન્મદિવસ પર તેણે તેના ફેન્સને એક ખાસ ભેટ આપી છે. યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેમાં તે દમદાર લુકમાં જોવા મળી રહ્યો છે. ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે અને ફિલ્મને લઈને યશના ફેન્સનું એક્સાઈટમેન્ટ લેવલ વધારી દીધું છે.
‘ટોક્સિક’ના ટીઝરમાં કોઈ ડાયલોગ નથી, પરંતુ શાનદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળી શકાય છે. ટીઝરમાં જોઈ શકાય છે કે, યશ તેની લક્ઝુરિયસ કારમાંથી નીચે ઉતરે છે અને સિગાર પીતી વખતે ફૂલ સ્વેગમાં ક્લબમાં એન્ટ્રી કરે છે. તેના લુકની વાત કરીએ તો તે વધેલી દાઢી અને ટૂંકા વાળ સાથે જોવા મળે છે. ટીઝરના અંતે, યશ ક્લબની અંદર એક છોકરીને આકર્ષિત કરતો અને તેના પર શેમ્પેનની બોટલ રેડતો જોવા મળે છે.
7 વર્ષમાં યશની ત્રીજી ફિલ્મ
યશના ફેન્સને ફિલ્મનું ટીઝર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. લગભગ 7 વર્ષના ગાળામાં આ તેની ત્રીજી રિલીઝ હશે. તેની પહેલી ‘KGF ચેપ્ટર 1’ વર્ષ 2018 માં રિલીઝ થઈ હતી. આ પછી વર્ષ 2022માં સિક્વલ ‘કેજીએફ ચેપ્ટર 2’ આવી. 100 કરોડમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1200 કરોડથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચ્યો હતો. યશની ફિલ્મ ‘ટોક્સિક’ ગીતુ મોહનદાસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે, જેણે અગાઉ ‘મૂથોન’ અને ‘લાયર્સ ડાઇસ’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.
આ બિગ બજેટ ફિલ્મ કેવીએન પ્રોડક્શન્સ અને યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિએશનના બેનર હેઠળ બની રહી છે. મેકર્સે હજુ સુધી ‘ટોક્સિક’ની રિલીઝ ડેટ જાહેર કરી નથી. પહેલા આ ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ મોડી થવાની સંભાવના છે. ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટ વિશે કોઈ અપડેટ નથી. એવું માનવામાં આવે છે કે કિયારા અડવાણી અને નયનતારા પણ આ ફિલ્મનો ભાગ બની શકે છે. અત્યાર સુધી મેકર્સે સત્તાવાર રીતે માત્ર અક્ષય ઓબેરોયના નામની જાહેરાત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech