યામી ગૌતમે ટૂંક સમયમાં બોલિવૂડમાં સારી નામના મેળવી છે. યામી ગૌતમ અત્યાર સુધીની ઘણી ફિલ્મોમાં દેખાઈ ચુકી છે અને તેણે તેની અભિનય કુશળતા ફેલાવી છે. યામી ઘણીવાર કોઈક કારણોસર હેડલાઇન્સમાં રહે છે અને હવે તે તેના એક ખુલાસા વિશે ચર્ચામાં છે. હાલ જ યામી ગૌતમએ નેક ઈજા વિશે ખુલાસો કર્યો છે. યામીને વર્ષો પહેલા માર્ગ અકસ્માતમાં ગળાના ભાગે ઈજા થઈ હતી અને આજદિન સુધી તે પોતાના દર્દમાંથી બહાર આવી શકી નથી. યામી હજી પણ ગળાની ઈજાને ભૂલી શકી નથી.
યામી ગૌતમે એક વાતચીતમાં પોતાની ઈજા વિશે ખુલાસો કર્યો છે. યામી ગૌતમે જણાવ્યું હતું કે કોલેજના દિવસો દરમિયાન, એક અકસ્માતમાં તે ઘાયલ થઈ હતી. જેની વેદના આજે પણ તેમને સતાવે છે. યામીએ જણાવ્યું કે, જે ગાડી સાથે તેને ટક્કર લાગી હતી તેનો ડ્રાઇવર તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે કાર લઇને ભાગ્યો હતો. હિટ એન્ડ રન કેસને યાદ કરીને યામી પણ ખૂબ ભાવુક થઈ ગઈ.
યામીના કહેવા પ્રમાણે આ નેક ઈજા હવે તેના જીવનનો ભાગ બની ગઈ છે. જેની વેદના આજે પણ તેમને સતાવે છે. આ પહેલા યામીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પર પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને પોતાના ચાહકોને આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું. યામીએ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે તે આ પીડામાંથી કેવી રીતે બહાર આવી છે. યામીએ આ પોસ્ટ ઓગસ્ટ 2020 માં શેર કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationએલન મસ્કની મુશ્કેલીઓ વધી : સેટેલાઈટ કંપની સ્ટારલિંકને ભારતમાં કાર્યરત થવા આવી છે અડચણ
April 15, 2021 06:53 PMદાણાપીઠમાં શુક્ર-શનિ-રવિ લોકડાઉન પૂર્વે ધૂમ ખરીદી: ટ્રાફિકજામ
April 15, 2021 05:59 PMવોટ્સએપ યુઝ કરતી મહિલાઓ સાવધાન : તમને 'તીસરી આંખ' કરે છે ટ્રેક
April 15, 2021 05:55 PMરાજકોટમાં કોરોનાથી જૈન સાધ્વીજી પુષ્પાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા
April 15, 2021 05:24 PM