BREAKING NEWS

શી જિનપિંગ મારા પરમ મિત્ર અને મહાન રાષ્ટ્ર્રપતિ: ટ્રમ્પ દ્રારા ચીનની ચાપલુસી

  • May 14, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકન રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાતે પહોચ્યા છે. ચીનના રાષ્ટ્ર્રપતિ શી જિનપિંગ સાથેની દ્રિપક્ષીય મુલાકાત દરમિયાન, ટ્રમ્પે કહ્યું, યારે પણ આપણને મુશ્કેલીઓનો સામનો કરવો પડો છે, ત્યારે આપણે તેને સાથે મળીને ઉકેલી છે. આપણે સાથે મળીને ઉવળ ભવિષ્યનું નિર્માણ કરીશું.શી જિનપિંગ મારા પરમ મિત્ર અને મહાન રાષ્ટ્ર્રપતિ છે. શી જિનપિંગે કહ્યું, આખી દુનિયા આપણી મુલાકાત જોઈ રહી છે. સાથે મળીને આપણે દુનિયા બદલીશું.
તેમની મુલાકાતના બીજા દિવસે, ચીનના રાષ્ટ્ર્રપતિ શી જિનપિંગ સાથેની દ્રિપક્ષીય મુલાકાતે બંને દેશો વચ્ચે ખાસ કરીને ઉષ્માભરી મિત્રતા દર્શાવી. રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પે કહ્યું, તમે અને હત્પં લાંબા સમયથી એકબીજાને ઓળખીએ છીએ. હકીકતમાં, આ આપણા બંને દેશો વચ્ચેનો સૌથી લાંબો સંબધં છે જે કોઈપણ બે રાષ્ટ્ર્રપતિઓએ કયારેય રાખ્યો નથી. અને મારા માટે, તે એક મહાન સન્માન છે.અમેરિકન રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસની સત્તાવાર મુલાકાતે ચીન પહોંચ્યા છે. રાષ્ટ્ર્રપતિ શી જિનપિંગે બેઇજિંગ એરપોર્ટ પર ટ્રમ્પનું સ્વાગત કયુ ન હતું. શીએ તેમના ઉપરાષ્ટ્ર્રપતિ હાન ઝેંગને ટ્રમ્પનું સ્વાગત કરવા મોકલ્યા હતા. ઝેંગની સાથે એરપોર્ટ પર બેઇજિંગમાં અમેરિકાના રાજદૂત ડેવિડ પેડર્ુ, અમેરિકામાં ચીનના રાજદૂત શી ફેંગ અને ચીનના કાર્યકારી ઉપરાષ્ટ્ર્રપતિ મા ઝાઓકસુ પણ હતા.આ ઉપરાંત, ચીને ટ્રમ્પનું સ્વાગત કરવા માટે સફેદ અને વાદળી ગણવેશમાં સ ૩૦૦ યુવાનોને તૈનાત કર્યા હતા. એરપોર્ટ પર બેન્ડ પાર્ટી પણ હાજર હતી. બીજી વખત રાષ્ટ્ર્રપતિ બન્યા પછી, ટ્રમ્પે યુએઈ, ઇઝરાયલ, સાઉદી અરેબિયા અને કતાર જેવા દેશોની મુલાકાત લીધી, યાં રાયના વડાઓ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application