આર.ટી.ઇ.ના ઓનલાઇનના ફોર્મની પ્રક્રિયા ચાલુ કરવા માટે શિક્ષણમંત્રીને લેખિત રજુઆત

  • June 19, 2021 11:03 AM 

જામનગરના સામાજીક કાર્યકતર્િ અને સુર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઇ બી. ગુજરાતીએ ગુજરાતના શિક્ષણમંત્રીને પત્ર પાઠવી અને લેખિત રજુઆત કરવામાં આવી છે. હાલ કોરોના મહામારીમાં લોકડાઉનના હિસાબે ગરીબ અને મઘ્યમ વર્ગના વેપાર ધંધા અને રોજગાર સાવ ઠપ થઇ યા છે અને લોકો આર્થિક અને માનસિતક રીતે પડી ભાંગ્યા છે ત્યારે આવા કપરા સમયમાં ર ચલાવુ પણ મુશ્કેલ થઇ ગયુંછે. હાલ સરકાર દ્વારા જુન 2021 થી નવુ સત્ર ઓનલાઇન ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો આર.ટી.ઇ.ની ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા કેમ ભાલુ કરવામાં આવી નથી. શું લેવા ગરીબ અને મઘ્યમ વર્ગના બાળકોના અભ્યાસ કરવાના હકક નથી કે પછી શું કે પછી આવી ફી યોજના ફકતને ફકત કાગળ ઉપર રાખવામાં ઉપયોગ કરવામાં આવે છે.

જો સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ સ્કુલ બંધ હોવા છતાં પણ સ્કુલ ફી ઉઘરાવવામાં આવી હોય તો પછી આ આર.ટી.ઇ.ની ફી યોજના શું લેવા ચાલુ કરવામાં આવતી નથી. ઓનલાઇન સ્કુલ ચાલુ થઇગઇ હોય, સરકારી ઓફિસો ચાલુ થઇ શકતી હોય તો પછી આ આર.ટી.ઇ. ફી યોજના શું કામ ચાલુ કરવામાં આવતી નથી. સરકાચરને આ આર.ટી.ઇ. યોજના ચાલુ કરવામાં કયો ગ્રહ નળે છે કે પછી સરકારના મળતીયાના હિસાબે ચાલુ કરવામાં આવતી નથી. જો આ આર.ટી.ઇ. ઓનલાઇન ફોર્મની પ્રક્રિયા ચાલુ કરવામાં નહિ આવે તો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેની નોંધ લેવી તેમ અંતમાં જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS