સિલિકોસિસથી મૃત્યુ મામલે હાઇકોર્ટે ચીફ લેબર કમિશન ઓફિસનો જવાબ માંગ્યો છે. હાઇકોર્ટમાં પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ અને ૧૯ વિધવા મહિલાઓ દ્રારા અરજી દાખલ કરવામાં આવી છે. અરજદાર સંસ્થા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કામ કરે છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ આ કેસની સુનાવણી થઇ રહી છે. જેમાં અરજદારોએ જણાવ્યું હતું કે અરજદાર ૧૯ મહિલાઓના પતિ અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતા હતા. જેમના વર્ષ ૨૦૦૮ થી ૨૦૨૧ દરમિયાન સિલિકોસિસથી મૃત્યુ થયા હતા.
ગુજરાત સરકારના ૨૦૧૫ ના ઠરાવ મુજબ મૃતકના પરિવારને ફકત એક લાખ પિયા જ વળતર મળે છે. યારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ત્રણ લાખ પિયા વળતર આપવાનું થાય છે. વળી મૃતકના પરિજનોએ વળતર મેળવવા માટે પણ ૯૦ દિવસમાં અરજી કરવી પડે છે.
યારે વર્કમેન કોમ્પેન્સેશન એકટ મુજબ બે વર્ષ સુધીની મુદત હોય છે. સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૭ સુધીમાં અલગ અલગ હત્પકમ કર્યા હતા. સુપ્રીમ કોર્ટના ૨૦૧૬–૧૭ વચગાળાના હત્પકમ મુજબ સિલિકોસિસથી મૃત્યુના કેસમાં ત્રણ લાખ પિયા વળતર આપવું પડે. આ માટે અરજદારોએ સક્ષમ ઓથોરિટી સમક્ષ અરજી કરી હતી. પરંતુ અમુક અરજદારનો રાય સરકારના વર્ષ ૨૦૧૫ના પરિપત્ર મુજબ એક લાખ પિયાનો જ કલેઇમ મંજૂર કરાયો હતો. રાય સરકારના ઠરાવને સુપ્રીમ કોર્ટના આદેશ સંદર્ભમાં સુધારા કરવા જરી બન્યા છે રાય સરકારના આ ઠરાવને અરજદાર મહિલાઓએ ચેલેન્જ કર્યેા છે. અરજદારના મહિલાઓના પતિઓને પથ્થર ક્રશિંગ ફેકટરીમાં કામ કરતા સિલિકા ડસ્ટ શ્વાસમાં જવાથી ફેફસામાં સિલિકોસિસ થયો હતો. સુપ્રીમના કોર્ટમાં જે કેસમાં હત્પકમ કરાયો હતો તે કેસમાં અરજદાર મધ્યપ્રદેશના આદિજાતિ હતા, તેઓ ગુજરાત આવીને પથ્થરની ફેકટરીમાં કામ કરીને પરત મધ્ય પ્રદેશ ગયા ત્યારબાદ તેમનું સિલીકોસિસથી મૃત્યુ થયું હતું. આવા ૨૩૮ લોકો હતા. નેશનલ હ્યુમન રાઈટ કમિશન મુજબ સિલિકોસિસથી મૃત્યુ પામનારા પરિવારને ત્રણ લાખ પિયા વળતર આપવું પડે અને પુન:વસન અંગે કામ કરવું પડે, જેનો રેફરન્સ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. સુપ્રીમકોર્ટનો આ હુકમ બધા જ રાય માટે એક સરખો લાગુ પડે છે. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ ઉપર ચીફ લેબર કમિશનને જવાબ રજૂ કરવા હત્પકમ કર્યેા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોની રાઝદાનના કર્યા આલીયાએ ભોગવવા પડ્યા,નાગરિકતા પર ઉઠ્યા સવાલ
May 13, 2025 12:19 PMફિરોઝ ખાને જાહેરમાં પાકિસ્તાનને તેની ઔકાત બતાવી દીધી હતી
May 13, 2025 12:11 PMઇબ્રાહિમ અલી ખાનને સાંભળવામાં અને બોલવામાં તકલીફ
May 13, 2025 12:09 PMપાક. કલાકારોને મોટો ઝટકો, માહિરા-માવરા ફિલ્મોના પોસ્ટરમાંથી પણ ગાયબ
May 13, 2025 12:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech