ટોક્યો ઓલંપિક: કુસ્તીબાજ રવિ દહિયા ફાઈનલમાં પહોંચ્યા

  • August 04, 2021 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ 57 કિલો વજન કેટેગરીની અને દીપક પૂનિયા 86 કિલો વજનની કેટેગરીમાં સેમી-ફાઈનલમાં પ્રવેશ કર્યો. રવિકુમારે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં બુલ્ગેરિયાના ઓસ્કર ટિગરે રોસ ઉસ્બાનોને 14-4 થી હરાવીને જીત મેળવી છે. જ્યારે દીપક પૂનિયાએ ચીનના કુસ્તીબાજ જુશેન લિનને 6-3 થી હરાવીને આ મુકાબલામાં જીત મેળવી છે.
 

જ્યારે જેવલિન થ્રોમાં નીરજ ચોપડાએ ફાઈનલ માટે ક્વોલિફાઇ કરી લીધું છે. નીરજે પહેલા જ પ્રયાસમાં 86.65 મીટરનો થ્રો ફેક્યો. આ સાથે ભારત માટે મેડલની આશાઓ જગાવી છે.
 

કુસ્તીબાજ રવિ દહિયા અને દીપક પૂનિયાની સેમીફાઈનલ મેચ આજે બપોરે રમાઈ હતી જેમાં રવિ દહિયા ફાઈનલમાં પહોચ્યો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application