Wrestler Protest: ખેલ મંત્રી સાથે કુસ્તીબાજોની મુલાકાત બાદ સૌથી મોટા એક્શન

  • January 20, 2023 05:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર દિલ્હીમાં વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને મળ્યા હતા. મહત્વનું છે કે રમતગમત મંત્રી એકશન મોડમાં આવી ગયા હતા. અને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનું ચોવીસ કલાકમાં રાજીનામુ માંગ્યુ હતુ. 


રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો હડતાળ પર છે. રેસલર્સે બ્રિજભૂષણ શરણ અને કેટલાક કોચ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે જો આરોપો સાચા સાબિત થાય તો તેઓ ફાંસી પર લટકવા માટે તૈયાર છે. આ મામલે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પોતે કુસ્તીબાજોને મળ્યા હતા.


જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામે કુસ્તીબાજોની હડતાળ સતત બીજા દિવસે પણ ચાલુ છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ અને કેટલાક કોચ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. ફેડરેશનની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ધરણા પર બેઠેલા કુસ્તીબાજોનું કહેવું છે કે જ્યાં સુધી ગુનેગારોને સજા નહીં થાય ત્યાં સુધી તેઓ ધરણા પર બેસી રહેશે. કોઈપણ રમતવીર કોઈપણ ઈવેન્ટમાં ભાગ લેશે નહીં. બીજી તરફ ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને દંગલ ગર્લ અને બીજેપી નેતા બબીતા ​​ફોગટનું પણ સમર્થન મળ્યું છે. વિરોધ પક્ષોએ પણ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application