લાલપુરમાં વરલી મટકાનો જુગાર : 2 ઝબ્બે

  • June 30, 2021 10:57 AM 

25 હજારની રોકડ સહિત 71 હજારનો મુદ્દામાલ કબજે લેવાયો

લાલપુરમાં વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ, રોકડ અને બાઈક મળી કુલ ૭૧ હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં ગઢ વિસ્તારમાં રહેતો અને મૂળ ટીંબડી ગામનો મહેન્દ્રસિંહ ઉર્ફે ભયલું છોટુભા સોઢા ઉંમર વર્ષ 33 તથા ભણગોર ગામની ખવાસ ફળીમાં રહેતો રામસી કરસન કરંગીયા ઉંમર વર્ષ 32 આ બન્ને શખ્સોને જાહેરમાં વરલી-મટકાના આંકડાનો જુગાર રમતા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રોકડ રૂપિયા 25500, ચાર મોબાઈલ, એક મોટરસાઇકલ અને વરલીનું સાહિત્ય મળીને કુલ 71500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS