એલસીબીનો દરોડો : ૧૦ હજારની મત્તા અને સાહિત્ય કબ્જે
જામજોધપુરના ગાંધી ચોક વિસ્તારમાંથી એક શખ્સને વર્લી મટકાનો જુગાર રમતા એલસીબીએ પકડી લીધો હતો, ૧૦ હજારની રોકડ અને સાહિત્ય કબ્જે કર્યુ હતું.
જામનગર જીલ્લા એસપી પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાથી દારુ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા તથા પ્રોહીબીશન ધારાના કેસો શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય જેથી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના પોલીસ હેડ કોન્સ ધાનાભાઇ મોરી તથા ક્રિપાલસિંહ જાડેજાને મળેલ ખાનગી હકીકત આધરે જામજોધપુર ગાંધીચોક વિસ્તારમા આરોપી નિકુંજ જેન્તી ગોર (ઉ.વ.૪૦) રહે. ભાટીયા ધર્મશાળા, ભાલોડીયા દેવભુવનની બાજુમાં જામજોધપુરવાળો જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી જુગાર રમી રમાડી પૈસાની હારજી કરી જુગાર રમતા વર્લી મટકાનું સાહિત્ય તથા રોકડા રુા. ૧૦૨૫૦ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી આરોપી વિરુઘ્ધ પો.હેડ કોન્સ અરજણભાઇ કોડીયાતરએ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ એડ કોન્સ વનરાજભાઇ મકવાણાએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech