વિશ્વનું સૌથી મોટું 115 ઈંચનું LED ટીવી ભારતમાં લોન્ચ, કિંમત સાંભળી હોંશ ઊડી જશે, સાથે 75 ઇંચનું ટીવી ફ્રી આવશે

  • January 16, 2025 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

TCLએ ભારતમાં વિશ્વનું સૌથી મોટું QD Mini LED TV લોન્ચ કર્યું છે. આ ટીવી 115 ઇંચ સ્ક્રીન સાઇઝમાં આવે છે. તેમાં 20 હજારથી વધુ ડિમિંગ ઝોન છે, જેના કારણે કલર તમને રિયલ લાગે છે. આ ટીવી AI પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવ્યું છે, જે પિક્ચર અને ઓડિયો ક્વોલિટીમાં સુધારો કરે છે. જોકે, આ ટીવીની કિંમત જાણી તમારા હોંશ ઊડી જશે.


આ LED ટીવીની કિંમત 30 લાખ રૂપિયા છે. આટલા રૂપિયામાં તો એક એક્સયુવી કાર આવી જાય. આ ટીવીમાં હાઇ-ફાઇ ઓડિયો સિસ્ટમ સિનેમા ગ્રેડનો અનુભવ આપે છે. ઉપરાંત ગેમિંગ માટે પાવરફુલ સુવિધાઓ પણ આપવામાં આવી છે. તમે તેને રિલાયન્સ ડિજિટલ, ક્રોમા, એમેઝોન, ફ્લિપકાર્ટ અને અન્ય પ્લેટફોર્મ પરથી ખરીદી શકો છો. સાથે જ તમને કંપની 75 ઇંચનું QLED ટીવી ફ્રીમાં આપશે. જોકે, આ ઓફર મર્યાદિત સમય માટે છે.


સ્પેસિફિકેશન્સ શું છે?
આ LED ટીવીમાં 115-ઇંચ 4K રિઝોલ્યુશન સ્ક્રીન છે, જે 144Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ટીવી HDR5000 Nits, HDR10+,TUV બ્લુ લાઇટ અને TUV ફ્લિકર ફ્રી સપોર્ટ સાથે આવે છે. આ બધી સુવિધાઓ તમને થિએટર જેવો જ અનુભવ આપશે.


આ ટીવીમાં T-સ્ક્રીન અલ્ટ્રા ટેક્નોલોજી મળે છે. આ ટીવી એ બ્રાન્ડનું સૌથી અદ્યતન ટીવી છે. તેમાં AiPQ Pro પ્રોસેસર આપવામાં આવ્યું છે. વીડિયો, પિક્ચર ક્વોલિટી અને ઓડિઓ ક્વોલિટી માટે AI સંચાલિત પ્રોસેસિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ONKYO 6.2.2 હાઇ-ફાઇ ઓડિયો સિસ્ટમ છે.

આવા ફિચર્સ છે

  • ડિસ્પ્લે- 115 ઇંચ 4K રિઝોલ્યુશન
  • બ્રાઈટનેસ-    HDR5000 Nits પિક બ્રાઈટનેસ
  • કલર- 98% DCI-P3
  • ઓડિયો- ONKYO 6.2.2 હાઇ-ફાઇ ઓડિયો સિસ્ટમ
  • રિફ્રેશ રેટ- ગેમ માસ્ટર ટેક્નોલોજી સાથે 144Hz
  • ઓપરેટિંગ સિસ્ટમ- Google TV OS, Dolby Vision IQ, HDR10+
  • પોર્ટ- HDMI 2.1, USB, Ethernet, Optical Audio Out


ગેમિંગના રસિયાઓ માટે ખાસ
જો તમને ગેમિંગ ગમે છે, તો આ ટીવી તમારા અનુભવને અનેકગણો વધારશે. ગેમિંગ માટે તેમાં ગેમ માસ્ટર ટેક્નોલોજી આપવામાં આવી છે. તેમાં ALLM સપોર્ટ પણ આપવામાં આવે છે. ઉપરાંત, મલ્ટિ-વ્યૂ 2.0 મળશે જેની મદદથી તમે ટીવી પર એકસાથે બે અલગ અલગ કન્ટેન્ટ ચલાવી શકો છો. આ સાથે કંપની એક વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી આપી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application