પોરબંદરમાં પતંજલિ યોગ સમિતિ દ્વારા વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે તે અંતર્ગત અગત્યની બેઠક રવિવારે સવારે યોજાશે. પતંજલિ યોગ સમિતિ, ભારત સ્વાભિમાન , યુવા ભારત ,પતંજલિ મહિલા યોગ સમિતિ દ્વારા ૨૧ જુન વિશ્ર્વ યોગ દિવસ ઉજવણી પોરબંદર જિલ્લામાં કરવામાં આવશે. પ.પૂ વિશ્ર્વ યોગ ગુ સ્વામી રામદેવજી મહારાજના સાનિધ્યમાં હરિદ્વાર ૨૨ વર્ષ પહેલાં જોડાયેલ અને પોરબંદર જિલ્લામાં નિ:શુલ્ક યોગના માધ્યમથી લોકોને યોગમાં જાગૃત કરેલ નરેશભાઈ અને તેમની ટીમ દ્વારા હજારોની સંખ્યા માં લોકોને યોગ ના માધ્યમ થી મદદપ બનેલ તેમના દ્વારા અલગ -અલગ વિસ્તારોમાં સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવશે. તેના આયોજન માટે તા. ૧ જૂન રવિવાર ના રોજ પોરબંદરમાં એ.સી.સી કોલોની ધાર્મિક જગ્યામાં ૩૬૫ દિવસમાં નિ:શુલ્ક યોગના ક્લાસ સવારે ૭ થી ૮ ચાલે છે.તેમાં એક બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં ગામમાં યોગના ક્લાસ ચલાવવામાં આવે છે તેઓ યોગી ભાઈ બહેનોને આ બેઠકમાં અચૂક હાજરી આપવા વિનંતી જેથી સારી રીતે આયોજન કરી સકાય. બીજી તારીખથી ૨૧ જુન વિશ્ર્વ યોગ દિવસ પ્રોટોકોલ મુજબ તથા આપણા દેશના વડાપ્રધાનનું સ્વપ્ન શરીરમાંથી મેદ ધટાડો અને સ્વસ્થ રહો તે મેદ પણ ૨૧ જુન સુધીમાં આપનું મેદ ૨ થી ૫ કિલો ઓછું કરવા જરથી પધારો. આની ટ્રેનિંગ પતંજલિ વિશ્ર્વ વિદ્યાલય હરિદ્વારમાં યોગમાં માસ્ટર ડિગ્રી મેળવી આવેલ યોગ શિક્ષક નરેશભાઈ જુંગીની પુત્રી ધારાબેન પ્રશિક્ષણ આપશે તો તેનો લાભ લેવા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્લેકઆઉટમાં પણ અડીખમ! સુરેન્દ્રનગરના નાગરિકોની શિસ્ત પ્રશંસનીય
May 31, 2025 10:37 PMસિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ અંગે જામનગરના S.P. પ્રેમ સુખ ડેલુની પ્રતિક્રિયા
May 31, 2025 07:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech