ખંભાળિયામાં સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

  • June 23, 2021 11:33 AM 

વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ખંભાળિયા સ્થિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે યોગ દિવસની ઉજવણીનું કરવામાં આવી હતી.

આ અંતર્ગત જિલ્લા દહેજ પ્રતિબંધક અને રક્ષણ અધિકારી સોનલબેન વર્ણાગર તથા જિલ્લા યોગ કોચ માનસીબેન મોટાણી દ્વારા ઉપસ્થિત તમામને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત યોગ અને આસનના ફાયદા વિશે પણ ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં સખી વન સ્ટોપ સેન્ટર અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટેશન બેઈઝડ સેન્ટરના કાઉન્સેલ પણ સહભાગી બન્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)