વર્લ્ડ રેકોર્ડ 5 વર્ષની પ્રેશાએ માત્ર ૫ મિનિટમાં ૧૫૦ દેશના ઓળખ્યા રાષ્ટ્રધ્વજ

  • January 08, 2021 01:52 AM 411 views

કોરોનાવાયરસથી બચાવ માટે લોકડાઉન દરમિયાન અનેક પ્રતિભાઓ સામે આવી છે. તેમાં બાળકો માટે તો સમય ઉત્તમ રહ્યો છે નવી નવી ચીજો શીખવા માટે. પાંચ વર્ષની બાળકી પ્રેશા ખેમાનીએ માત્ર ચાર મિનિટ અને સત્તર સેકન્ડમાં ૧૫૦ દેશના રાષ્ટ્રધ્વજ ઓળખીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સાથે સાથે પ્રેશાને તે દરેક દેશની રાજધાની પણ મોઢે છે અને તેનો પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પ્રેશાની આ આવડતને હાલમાં વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાની બુકમાં સ્થાન મળ્યું છે.

 

પ્રેશાનાં પિતા ભારત પુણેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. માતા સંગીતાએ તેના વિશે વાત કરતા જણવાયું હતું કે અમારા મિત્રોએ ભૂગોળ અને દેશના રાષ્ટ્રધ્વજ પ્રેશાને રસરુચીને જોતા એક બુકગીફ્ટ કરી હતી. પ્રેષા તે રંગબેરંગી ધ્વજને જોઈને તેના વિશે પૂછતી રહેતી. તેને દેશ અને તેની રાજધાનીના નામ સાંભળીને યાદ રાખ્યા છે. અને ધ્વજ યાદ રાખવા માટે સતત પ્રેક્ટીસ કરતી રહી છે. લોકડાઉન દરમિયાન પ્રેશાએ આ સતત પ્રેકટીશ કરી અને આજે તેને બધું જ યાદ છે. પ્રેશાનો નવો ગોલ હવે વિવિધ દેશનું ચલણ, ભાષા અને નેતાઓ વિશે જાણવાનો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application