કોરોનાથી મુક્તિ માટે વિશ્વ શાંતિ યજ્ઞ યોજાયો

  • May 17, 2021 10:53 AM 

સમગ્ર વિશ્વમાં કોરોનાનું મહા તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે દેશમાં કોરોના મહામારીથી મુક્તિ અર્થે વિશ્ર્વ શાંતિ યજ્ઞ યોજાઇ રહ્યાં છે. તેથી લોકોને કોરોના મહામારીમાંથી મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

સમગ્ર વિશ્ર્વમાં કોરોના મહામારીનું તાંડવ જોવા મળી રહ્યું છે. કોરોનાના કારણે અસંખ્ય પરિવારોના માળા પીખાઇ ગયા છે. આ કપરાકાળમાં રાજકોટ ગુળુકુળના મહંત પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીએ વિશ્ર્વમાંથી કોરોના મહામારીનું નિવારણ થાય, મૃત્યુ પામેલ આત્માઓને ભગવાનના ચરણનું વિશેષ સુખ મળે તેમજ કોરોનાગ્રસ્ત લોકો સ્વતરે સ્વસ્થ થાય તે માટે સંકલ્પ કર્યા હતાં. એ હેતુથી સ્વામીનારાયણ ગુરુગુળ રાજકોટ રાજકોટ સંસ્થાન અને તેની દેશ-વિદેશની 45 શાખાઓમાં અખત્રીજના પવિત્ર દિવસે 250 સંતોએ એક સાથે ટેકનોલોજીના સહારે એક જ પ્લેટફોર્મ પર વિશ્વશાંતિ યાગ કર્યો હતો. અનેક ભક્તોએ પણ યૂ-ટ્યૂબ ચેનલ ઉપર દર્શનનો લાભ લીધો હતો.

આ સંસ્થા દ્વારા કોરોના મહામારીમાં કોરોનાના દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટર, ઓક્સિજન બેડ, દર્દીના પરિવારજનો માટે નિ:શૂલ્ક ભોજન વ્યવસ્થા તથા લાખો રૂપિયાની સુરક્ષા કિટનું વિતરણ સહિતની સેવાકાર્યની પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે. રાજકોટ ગુરુકુળની શાખા દ્વારા જામનગરની ઠેબા ચોકડીએ પણ યજ્ઞ કર્યો હતો. તેમજ કિટ વિતરણ પણ ચાલી રહ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS