World AIDS Day : એઈડ્સથી સંક્રમિત થતી મહિલાઓમાં જોવા મળે છે આ લક્ષાણો

  • December 02, 2020 01:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયાભરમાં લોકો એઇડ્સ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે ૧ ડિસેમ્બરને વર્લ્ડ એઇડ્સ ડે તરીકે ઉજવે છે. આ વાયરસ મુખ્ય રીતે ઇન્ફેકશનનાં દ્વારા ફેલાય છે. ડબલ્યુએચઓ દ્વારા વર્ષ ૨૦૧૭નાં આંકડા અનુસાર વિશ્વભરમાં આ ગંભીર બીમારીથે લગભગ ૩૬.૯ મીલીયન લોકો સંક્રમિત છે. આમાં મહિલાઓ પણ વધુ હોવાથી મહિલાઓમાં આ રોગના કેવા લક્ષણો જોવા મળે છે તે વિશે જાણવું જરૂરી છે.

 

HIV એઇડ્સનાં લક્ષણ સામાન્ય રીતે ૨ થી ૪ અઠવાડિયામાં જોવા મળે છે. પરંતુ દરેક વ્યક્તિમાં તેના લક્ષણો જુદી જુદી રીતે અને અલગ અલગ સમયે જોવા મળતા હોય છે. જોકે ૮૦ કિસ્સામાં સંકરણ થનારને શરદી ઉધરસ અને તાવ જેવી સામાન્ય દરિયાદ રહે છે. આવું થાય ત્યારે ઝડપથી તપાસ કરાવવી જોઈએ અને શારીરક સંબંધથી દૂર રહેવું જોઈએ. કારણકે એઇડ્સ શારીરિક સંબંધથી ફેલાઈ શકે છે. ઉપરાંત ટેટુ બનાવાની સોયથી પણ એઇડ્સ ફેલાવવાનો ખતરો વધી જતો હોય છે આથી આવી બાબતે સાવચેતી રાખવી જોઈએ.

 

જો સગર્ભા એચઆઈવીથી પીડિત હોય તો તેને વધુ સાવચેતી રાખવી. સમયસરની સાવચેતીથી  બાળકને સંક્રમણથી બચાવી શકાય છે. ઉપરાંત તેના બાળકને સ્તનપાન કરાવવાથી સંક્રમણ ફેલાતું હોવાથી એ બાબતે ખ્યાલ રાખવો જોઈએ. મહિલાઓઅને ગળામાં દર્દ થવું, તાવ અને શરદી જેવા લક્ષણો જોવા મળે છે. ઉલટી ઉબકા, નબળાઈ, કળતર થવી, જોઈન પેઈન , રાતના સમયે કે અચાનક પરસેવો વળવો વગેરે સમસ્યા સર્જાઈ શકે છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application