રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કુલ .૧૦૨ કરોડ ૪૪ લાખ ૧૬ હજાર ૮૮૪ના વિકાસકામો મંજુર કરવામાં આવ્યા હતા.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે રાજકોટ મહાપાલિકા ની વિવિધ શાખાના અધિકારીઓ ઇજનેરો અને કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનોએ લીધેલી તબીબી સારવાર અંગે આર્થિક સહાય ચૂકવવાની દરખાસ્ત આવી હતી આ અંગેની કુલ ૧૧ દરખાસ્તો હતી જે તમામ પેન્ડિંગ રાખવામાં આવી છે અને અભ્યાસ કમિટીની રચના કરવામાં આવી છે. મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ અન્ય બે ડોકટર સહિત કુલ પાંચ સભ્યોની કમિટી આ પ્રકારની દરખાસ્તોનો અભ્યાસ કરે ત્યારબાદ રકમ ચૂકવવી તેઓ નિર્ણય પાર્ટી સંકલનની મિટિંગમાં થયો હતો જેના અનુસંધાને આ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી.
એ છે કે પાર્ટી સંકલનની મીટીંગમાં એવો મુદ્દો ઉપસ્થિત થયો હતો કે મહાપાલિકાના અધિકારીઓ ઇજનેરો અને કર્મચારીઓને વર્ષે લાખો પિયાની રકમ પગાર પેટે ચૂકવવામાં આવે છે તદ ઉપરાંત તેમના પરિવારના સિનિયર સિટીઝન્સ હોય તેમને તો આયુષ્યમાન કાર્ડ મળે જ છે આમ છતાં શા માટે લાખો પિયાની રકમ સહાય પેટે ચૂકવવામાં આવે છે ? આવી ચર્ચા બાદ સહાય ચૂકવવાનું બધં કરવું તેવો નિર્ણય થયો ન હતો પરંતુ કેસ ટુ કેસ સમીક્ષા કરીને સહાય ચૂકવવી તેવો નિર્ણય થયો હતો
શહેરના આટલા વિસ્તારોના આટલા વિકાસકામો મંજુર
(૧) વોર્ડ નં.૧૮ કોઠારિયામાં ૧૫ એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને હનુમાન મંદિર પાસેના પમ્પીંગ સ્ટેશનના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રાકટ આપવા
(૨) બગીચાઓ–સીનીયર સીટીઝન પાર્કમાં બાલક્રીડાંગણ તથા ફીઝીકલ ફિટનેસના સાધનો સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ આપવા
(૩) વોર્ડ નં.૮ અને ૧૦માં પ્રાઇવેટાઇઝેશનથી ભુગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાના કામનો કોન્ટ્રાકટ આપવા
(૪) મવડી–પુનિતનગર પમ્પીંગ સ્ટેશનની મશીનરીના ઓપરેશન તથા પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ કામગીરીનો દ્રિ– વાર્ષિક કોન્ટ્રાકટ આપવા
(૫) વોર્ડ નં.૫માં આર્યનગરના રસ્તાઓ ઉપર પેવર કાર્પેટ કરવા
(૬) વોર્ડનં.૧૮માં ટીપી સ્કીમ નં.૧૨ કોઠારિયા, ફાઇનલ પ્લોટ નં.૩૯એ–ના પ્લોટમાં ગાર્ડન ડેવલપ કરવા કમ્પાઉન્ડ વોલ, મેઈન ગેટ, ફરખડી અને સ્ટોર મ બનાવવા
(૭) વોર્ડ નં.૧૧માં કાલાવડ રોડ ઉપર ટી.પી.સ્કીમ નં.૧૦ના ફાઇનલ પ્લોટ નં.૭૩(બી)માં પાર્ટી પ્લોટ બનાવવા
(૮) વોર્ડ નં.૧૧માં રંગોલી આવાસ યોજના પાસે ૨૪ મીટરના ટી.પી. રોડ પર માઇનોર બ્રીજ તથા ૧૮ મીટરના ટી.પી. રોડ પર સ્લેબ કલ્વર્ટ બનાવવા
(૯) વોર્ડ નં.૩માં સેન્ટ્રલ મેડિકલ સ્ટોર તથા વેકસીન સેન્ટર બનાવવા
(૧૦) વોર્ડ નં.૧૮માં પ્રાઈવેટાઇઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાના કામનો કોન્ટ્રાકટ આપવા
(૧૧) વોર્ડ નં.૬માં અનમોલ પાર્કથી ગોકુલ વિધાલય સુધી વરસાદી પાણીની પાઇપલાઇન નાખવા
(૧૨) વોર્ડ નં.૧ના વિસ્તારોમાં રસ્તાના સાઇડ સોલ્ડરમાં તેમજ કોમન પ્લોટમાં પેવીંગ બ્લોક નાખવા
(૧૩) પૂર્વ ઝોન હસ્તકની મિલકતોમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાના તથા ફાયર એનઓસી મેળવવા
(૧૪) વોર્ડ નં.૧માં રૈયા ગામથી સ્માર્ટ સિટીના ડી.પી. રોડ પર આવેલ વોંકળા પર બ્રીજ બનાવવા
(૧૫) વોર્ડ નં.૭ અને ૧૪ના વિસ્તારોમાં પાર્ટ ટાઇમ સફાઇ કામદારો મારફતે સફાઇ તથા કચરો ઉપાડવાના કામના કોન્ટ્રાકટની મુદ્દત વધરવા
(૧૬) વોર્ડ નં.૨ અને ૩ના વિસ્તારોમાં પાર્ટ ટાઇમ સફાઇ કામદારો મારફતે સફાઇ તથા કચરો ઉપાડવાના કામના કોન્ટ્રાકટની મુદ્દત વધારવા
(૧૭) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આઉટડોર કામગીરી કરતા કર્મચારીઓને ગ્રુપ ઇન્સ્યોરન્સ હેઠળ આવરી લેવા
(૧૮) ગણવેશ મેળવવાપાત્ર વર્ગ–૪ના મ્યુનિ.કર્મચારીઓને રેગ્યુલર ગણવેશ આપવા
(૧૯) મ્યુનિ.શાખાઓ માટે પેપર સ્ટેશનરી ખરીદવા દ્રિવાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ કરવા
(૨૦) વર્ગ–૪ના કર્મચારીઓ માટે ગરમ ગણવેશ કાપડ ખરીદવા
(૨૧) આજી ડેમ ચોક પાસે આવેલ આશ્રયસ્થાન તથા ભોમેશ્વર વિસ્તાર આશ્રયસ્થાન(ક્રી વિભાગ)નુ સંચાલન વાત્સલ્ય એયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પાસેથી પરત લઇ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટને સુપ્રત કરવા
(૨૨) વોર્ડ નં.૭માં સેન્ટ્રલ ઝોન કચેરીમાં હિસાબી શાખાની ઓફિસનુ રિનોવેશન કરવા
(૨૩) વોર્ડ નં.૧૦માં આલાપ એવન્યુ, આલાપ સેન્ચુરી, નંદનવન સોસાયટી અને સગુન રેસીડેન્સીના કોમન પ્લોટમાં પેવીંગ બ્લોક નાંખવા
(૨૪) વોર્ડ નં.૩માં ડિવાઇન સિટીમાં ડ્રેનેજ પાઇપ લાઇન નાંખવાના તથા હાઉસ કનેકશન ચેમ્બર્સ બનાવવા
(૨૫) વોર્ડ નં.૭માં મનહર પ્લોટ શેરી નં.૮ અને શેરી નં.૯, ગવલીવાડ મેઇન રોડ તથા વિજય પ્લોટ મેઇન રોડ ઉપર સહિત કુલ ચાર સ્થળે ચાર બોકસ કલ્વર્ટ બનાવવા
(૨૬) વોર્ડ નં.૭માં પ્રાઈવેટાઇઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદોનો નિકાલ કરવાનો કોન્ટ્રાકટ આપવા
(૨૭) વોર્ડ નં.૩માં ૧૫૦ ફટ રિંગ રોડની ઉત્તર તથા પૂર્વ બાજુના ભાગમાં પાર્ટ–૩ ડ્રેનેજ પાઇપ લાઇન, હાઉસ કનેકશન ચેમ્બર્સ તથા રોડ રીસ્ટોરેશન કરવા
(૨૮) વોર્ડ નં.૧૮માં લાલબહાદુર તથા વિનોદનગર હેડવર્કસ લગત ડીસ્ટ્રીબ્યુશન ડીઆઈ પાઇપલાઈન નાખવા
(૨૯) સોજીત્રાનગર પમ્પીંગ સ્ટેશનની મશીનરીના ઓપરેશન તથા પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ કામનો દ્રિવાર્ષિક કોન્ટ્રાકટ આપવા
(૩૦) પોરબંદર–છાયા નગરપાલિકા ખાતે ભારે વરસાદ પડવાના કારણે મુખ્યમંત્રીની મુલાકાત અન્વયે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારીઓ અને સુપરવાઈઝરી સ્ટાફને જરી સાધન–સામગ્રી સાથે મોકલવામાં આવેલ જેનું ખર્ચ બહાલ રાખવા
(૩૧) વોર્ડ નં.૧૩ અને ૧૭ના વિસ્તારોમાં પાર્ટ ટાઇમ સફાઇ કામદારો મારફતે સફાઇ તથા કચરો ઉપાડવાની કામગીરીના કોન્ટ્રાકટની મુદ્દત વધારવા
(૩૨) વોર્ડ નં.૯માં મુંજકા આર્ષ વિધા મંદિર પાસે હાઇ લેવલ બ્રિજ તથા મુંજકા પોલીસ સ્ટેશનથી આગળ વોંકળા પર બોકસ કલ્વર્ટ બનાવવા
(૩૩) વોર્ડ નં.૯માં નવા ૧૫૦ ફુટ રિંગ રોડ પરના ત્રણ બ્રીજને વાઇડનીંગ કરવા
(૩૪) ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખા હસ્તકના ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની જુદી–જુદી કેડરની હંગામી જગ્યાઓની વિશેષ મુદ્દત વધારવા
(૩૫) તા.૨૮–૧૦–૨૦૨૪ના રોજ વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમ અન્વયેનું ચુકવેલ ખર્ચ બહાલ રાખવા
(૩૬) તા.૨૭–૧૦–૨૦૨૪ થી તા.૩૧–૧૦–૨૦૨૪ દરમ્યાન યોજાયેલ રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ–૨૦૨૪ ઉજવણી અન્વયે રંગોળી સ્પર્ધા કાર્યક્રમનુ ખર્ચ મંજુર કરવા
(૩૭) જન્માષ્ટ્રમી પર્વ–૨૦૨૪ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો અન્વયેનુ ખર્ચ મંજુર કરવા
(૩૮) કોર્પેારશન સ્થાપના દિવસની ઉજવણી નિમિતે તા.૧૯–૧૧–૨૦૨૪ના રોજ યોજાયેલ સંગીત સંધ્યા કાર્યક્રમનું ચુકવેલ ખર્ચ બહાલ રાખવા તથા ચુકવવાનુ બાકી ખર્ચ મંજુર કરવ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech