ગોંડલ–રાજકોટ નેશનલ હાઈવે ભોજપરા ગામ પાસે આવેલ શ્રી ભુવનેશ્વરી મંદિર સંચાલિત ભુવનેશ્વરી ગૌશાળામાં બપોરના સમયે એક હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. ગૌશાળામાં સાફ–સફાઈની કામગીરી કરી રહેલા ૩૭ વર્ષીય શ્રમિક ટીનાજી પંચાસરાનું ઈલેકિટ્રક મોટરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે કરટં લાગતા કણ મોત નીપયું હતું. પ્રા વિગતો મુજબ, મૂળ સુરેન્દ્રનગરના પંચાસરા ગામના વતની અને છેલ્લા ૧૫ વર્ષથી ગોંડલના ભોજપરા ગામે રહીને ભુવનેશ્વરી ગૌશાળામાં ફરજ બજાવતા ટીનાજી બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ગૌશાળામાં સાફ–સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન પાણીની મોટરનો કરટં લાગ્યો હતો અચાનક શોર્ટ સર્કિટ થયું હતું અને ટીનાજી જોરદાર કરંટની ઝપેટમાં આવી ગયા હતા. ઘટના સમયે ભુવનેશ્વરી મંદિરના ડો. રવિદર્શનજી વ્યાસ સ્થળ પર હાજર હતા. તેમણે બનાવ બનતાની સાથે જ ગંભીર હાલતમાં ટીનાજીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડયાં હતા., હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ તેમણે દમ તોડી દીધો હતો. ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી. મૃતક ટીનાજી પરિણીત હતા અને તેમને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. ઘરના મોભીની અણધારી વિદાયથી પરિવાર પર આભ તૂટી પડું છે. છેલ્લા દોઢ દાયકાથી ગૌશાળા સાથે જોડાયેલા અને પ્રામાણિકતાથી સેવા આપતા શ્રમિકના મોતથી ગૌશાળા પરિવારમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે