બેલેટથી મત ગણવાની પ્રક્રિયાના બદલે ઈવીએમથી કામગીરીમાં ઝડપ આવે છે. ટ્રેન્ડ અને પરિણામો ગણતરીના કલાકોમાં મળી જાય છે તે બધી વાત પછી પણ એ વાસ્તવિકતા છે કે મતગણતરી સ્ટાફે મંગળવારે સવારે ૬:૦૦ વાગ્યાથી પોતાની કામગીરી શ કરી હતી અને આજે સવારે છ વાગ્યે આ કામ પૂં થયું છે.
મતગણતરીના બે કલાક અગાઉ સ્ટાફનું ફાઇનલ રેન્ડમાઇઝેશન સ્થળ પર કરવામાં આવતું હોય છે તેથી મત ગણતરી આઠ વાગ્યાથી શ થતી હોવા છતાં સ્ટાફ સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ પહોંચી ગયો હતો. કુલ ૨૮ રાઉન્ડ ગણવામાં સાંજના સાડા છ વાગી ગયા હતા અને ફાઇનલ રિઝલ્ટ સાત વાગે સાંજે જાહેર કરવામાં આવ્યું હતું.
દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ પાંચ પાંચ ઈવીએમ અને તેને સલ વિવિપેટ પસદં કરીને તેની ચિઠ્ઠીઓ ગણવામાં આવી હતી. આ મુજબ ૩૫ વીવીપેટની ચિઠ્ઠીઓ ગણવા ઉપરાંત મતગણતરી ચાલુ હતી ત્યારે સાત ઇવીએમ બગડી ગયા હતા. બેટરી બદલવા છતાં તે ચાલુ ન થતાં આવા ઈવીએમના વીવીપેટની ચબરખીઓ ગણવામાં આવી હતી.
પરિણામ જાહેર કરાયા પછી ઈવીએમ અને વીવીપેટ વેરહાઉસ માં મોકલવા માટેની કામગીરી શ કરવામાં આવી હતી. રાજકોટ સાંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ્ર વિધાનસભાની સાત બેઠકોના ઈવીએમ અને વિવિપેટ બધં બોડીના ૨૩ ટ્રકમાં વેરહાઉસમાં મોકલવામાં આવ્યા હતા. પોરબંદર સંસદીય મતવિસ્તારમાં આવતા રાજકોટ જિલ્લાના ગોંડલ ધોરાજી ઉપલેટા વિસ્તારના ઈવીએમ અને વિવિપેટ મોડી રાત્રે રાજકોટ આવ્યા હતા અને અહીંથી વેરહાઉસમાં મોકલી દેવાયા હતા.
પરિણામ જાહેર કરાયા પછી આજે રાજકોટ જિલ્લા અધિકારી કચેરીના એક ઓફિસરને રિઝલ્ટ સીટ અને સિક્રેટ શીલ સાથે ગાંધીનગર ખાતે ચૂંટણી પંચની ઓફિસમાં મોકલવામાં આવ્યા છે. અહીં આ તમામ સાહિત્ય જમા કરાવ્યા પછી વિજેતા ઉમેદવારનું નામ ગેજેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech