દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવેના કામમાં અનેક ક્ષતિઓ રહી ગઇ

  • April 13, 2021 10:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખેડૂતોને નેશનલ હાઇવે ઓથોરીટીએ એકપણ પત્રનો જવાબ આપ્યો નહીં હોવાથી વધુ એક વખત ઉગ્ર રજુઆત થઇ 

પોરબંદર-દ્વારકા નેશનલ હાઇવેના કામમાં અનેક ક્ષતિઓથી ખેડૂતોને હેરાનગતિ ભોગવી રહ્યા છે તેમ જણાવીને ઉચ્ચકક્ષાએ આવેદન પાઠવાયું છે.
પોરબંદર પંથકના ખેડૂત રામભાઇ ઓડેદરા સહિતનાઓએ તંત્રને પત્ર પાઠવી જણાવ્‌યું છે કે, પોરબંદર-દ્વારકા નેશનલ હાઇવેના કામમાં ઘણી ક્ષતિઓ અને ભુલો છાપરવા હઇાવેના અધિકારીઓને બહેરા કાને વાત સંભળાતી ન હોય અને આ બાબતે કપાતમાં જતી જમીન/બાંધકામ વગેરેના વળતરમાં ભયંકર ભુલો છતાં ોકઇ ધ્યાન નહીં અપાતા અમુક ખેડૂતો આત્મ વિલોપન સુધી ગયા પરંતુ ઢાંકપીછોડો કરી સમજાવી અને પોતાનો બચાવ કરી લેવાયો પરંતુ આ ખેડૂતોના પ્રશ્ર્નોનું નિવારણ કરવામાં આવતું ન હોય છતાં ખેડૂતો હેરાન થાય છે અને મોટાભાગના પાંચ/છ વર્ષથી ધક્કા ખાયને કંટાળી ને આ બાબત છોડીને કામે લાગી જતાં ઘણુ નુકશાન ભોગવ્યું છે.
હાલમાં પાલખડા/વિસાવાડા બાજુના એક ખેડૂતે તા. 17/3/ર1 ના રોજ પ્રાંત ઓફીસમાં આત્મવિલોપન નો પ્રયાસ કર્યો અને સપ્ટેમ્બર ર0ર0માં ટુકડા-મિયાણી ગામના ખેડૂત આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો પરંતુ આ બાબતે ધીમી ગતીએ કામ થયું હોય અને નિવાડો આવતો નથી.
અમુક ખેડૂતોએ મુખ્યમંત્રી તથા વડાપ્રધાને પત્ર લખી ન્યાયની માગ કરી હતી પરંતુ ત્યાંથી પણ ફરીને નેશનલ હાઇવે અને પ્રાંત ઓફીસમાં પુછાતું હોય અ:ધિકારીઓ ગોળગોળ જવાબ ભરી આપે છે.
ર014/1પમાં જાહેરનામું બહાર પડયું ત્યારે ઘણી મોટી ભુલો હતી જે સુધારવાીન થતી હોય છે, આવી ભુલ રહી ગયા પછી સર્વે એજન્સીએ પણ મોટી ભુલો કરી જેમ કે કોઇનું વળતર કોયના ખાતામાં ગયું હોય પરંતુ કોઇ એક ખેડૂતના સર્વે નંબર બીજા ખેડૂતમાં નાખ્યા કે કોઇના સ્થળના ફોટા બીજામાં જોડયા, માપ સાઇઝમાં ભુલો વગેરે મોટી ભુલો થાય અને આ સુધારા માટે ખેડૂતો સતત હેરાન થતા રહ્યા એન એમને એમ જ રોડનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્‌યું, ખેડૂતો અટકાવે તો પોલીસ બોલાવવામાં આવે પણ વળતર મળતા પહેલા કામ કરી દેવામાં આવ્‌યું.
હવે ફરી બીજુ જાહેરનામું ર019માં બહાર પાડવામાં આવ્‌યું અને આ સુધારા જાહેરનામામં વધુ કપાતમાં જતી જમીન અને બાંધકામનું સર્વે કરવું જોઇએ એ કરવામાં આવ્‌યું નહીં અને ખેડૂતોને કય દેવામાં આવ્‌યું કે એક વખત તમોને વળતર આપી દીધું છે હવે નહીં મળે જમીનનું વળતર આપ્યું પણ બાંધકામનું આપવામાં આવતું નથી.
2015 થી 2019માં ચાર વર્ષનો ગાળો છે, પહેલી વખત જમીન સંપાદન થઇ હોય ત્યારે ખેડૂતોએ પોતાની કપતામાં જતી જમીન અને બાંધકામ છોડીને કબજો નેશનલ હાઇવેને સોંપી દીધા બાદ બાકી રહેતા પોતાના કળ જમા દીવાલ બાંધકામવ ગેરે પાકના રક્ષણ માટે કરવું જ પડે અને આવા બાંધકામ થયા પછી ચાર વર્ષે નવું જાહેરનામું આવે એ વધુ નવી જમીન કપાતમાં જાય તો જમીન એ બાંધકામનું વળતર આપવાનું થાય જ પણ જુની તારીખો, જુના જેએમએસ વગેરેમાં તારીખ વગરના પત્રો ઉમરેી જેમ તેમ કરી આગલા જાહેરમાં કેશ ઢસડી જવાયો.
કોઇ ખેડૂત રજુઆત કરવા જાય ત્યારે પ્રાંતમાં જ જાય અને ત્યાંથી પત્ર નેશનલ હાઇવેને મોકલી દેવામાં આવેલ છે પણ આજ સુધી નેશનલ હાઇવેએ એકપણ પત્રનો જવાબ આપેલ નથી, સિવાય કે તમોને વળતર આપવાનું થતુ નથી નો છેલ્લો એક જ પત્ર લખ્યો. આ સીવાય કયારેય પ્રોજેકટ ડાયરેકટર ખેડૂતોને 10 મીનીટ પણ મળ્યા નથી અને પ્રાંત ઓફીસ બોલાવે તો ત્રણ-ચાર મહીને એકવાર આવે પણ ખેડૂતો હારે વાત કરે નહીં અને જોઇ લવ છું કહી પોતાનું કામ પતાવી નીકળી જાય છે. ફકત ત્રણ-ચાર મહીને આવે અમને આમ ટાઇમ પાસ કરી પાંચ-છ વર્ષ કાઢી નાખવામાં આવ્‌યા. હાલ પ્રોજેકટ ડાયરેકટ પાસે ઘણા બધા કામ હોય પોરબંદર-દ્વારકાનું કામ પૂર્ણ થવામાં હોય સાહેબને ટાઇમ જ નથી એટલે કોઇ જવાબ આપતા નથી એ બધા કેસ કાઢી નાખવામાં આવે છે.
આવી હેરાનગતિથી ખેડૂતો આત્મવિલોપન સુધી ગયા ઢાંકપીછોડા કરવામાં આવતા હોય કામ કરવામાં આવતું નથી, અવરા સર્વે નં. વારસાઇ વગરની વળતર, બીજાના ખાતામાં નખાઇ ગયેલું વળતર બીજી વખત કપાતમાં જતી જમીન પરના બાંધકામ વગેરેનો કોઇ નિવેડો લાવવામાં આવતો નથી.
આ બાબતે યોગ્ય થાય એમ ખેડૂતોની મુશ્કેલી દુર થાય એવી લોકમાંગણી અને ગ્રામ્ય લેવલે આવતા ખેડૂતોને અસંતોષ દુર કરવા તંત્રએ ઠોસ પગલા લેવ જોઇએ જેવો પોતાના બચાવમાં કામ કરવું જોઇએ નહીં એવી લોકોની લાગણીને ધ્યાને લઇ કાર્યવાહી બંધ થાય એવું લોકો ઇચ્છી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS