દિલ જીતી લીધું

  • March 24, 2020 02:04 PM 507 views

રવિવારે જનતા કર્ફયુ દરમિયાન સાંજે પાંચ વાગ્યે તમામ લોકોએ થાળી, શંખ, તાળી વગાડીને કોરોના સામે લડતાં વીરોને વધાવ્યા હતા. દરમિયાન ઈન્ટરનેટ ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કચરો વીણવાનું કામ કરતો એક યુવક તાળીઓ વગાડતો જોવા મળી રહ્યો છે. આ યુવકે મેલા-ઘેલા કપડાં પહેર્યા છે, ખભા પર કોથળો ટીંગાડીને તાળી વગાડી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો યુવકની સાથે સાથે કોરોના સામે લડતાં યૌદ્ધાઓના વખાણ કરતાં થાકતાં નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application