દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં વિવિધ બનાવટો માટે મહિલાઓને તાલીમ અને સ્‍ટાઇપેન્‍ડ આપવામાં આવશે

  • July 14, 2021 11:28 AM 

    સરકારની વિવિધ યોજનાઓ માટે ચાલુ વર્ષમાં એચ.આર.ટી-5 યોજના અંતર્ગત "મહિલા તાલીમાર્થીઓને વૃતીકા આપવાની" બાબતની આઇ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવા પોર્ટલ ખુલ્લુ મુકવામા આવ્યુ છે. તે માટે ઓન લાઇન અરજીઓ માટે તા. 31 જાન્યુઆરી સુધી આઈ-ખેડુત પોર્ટલ પર કરી શકાશે.

     દેવભૂમિ દ્વારકા જિલ્લા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવ્‍યા મુજબ જે મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) ઘટકમાં અરજી કરવાની હોય એ મહિલાઓએ ઉક્ત સમયમર્યાદામાં લગત ઘટકમાં અરજી કરી તેઓએ અરજીની પ્રિન્ટ નકલ સાથે આધારકાર્ડની નકલ, બેંક પાસબૂક નકલ અથવા રદ કરેલા ચેક અને રેશન કાર્ડની નકલ વિગેરે સાથે લાભ લેવા માગતા તમામ મહિલા તાલીમાર્થીઓએ જરૂરી સાધનિક કાગળોની નકલ સાથે રૂબરૂ કે ટપાલથી ખંભાળિયામાં લાલપુર રોડ ઉપર આવેલા જિલ્લા સેવા સદન ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી, બીજો માળ, ખંભાળિયા (ફોન નં. (02833-235995) ના સરનામે મોકલી આપવાની રહેશે.

    આ તાલિમમાં ભાગ લેનાર મહિલાઓને વિવિધ ફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ બનાવટો જેવી કે જામ, જેલી, કેચઅપ, માર્માલેડ, નેક્ટર, અથાણા, મુરબ્બા વિગેરે જેવી વાનગીઓની થીયરી અને પ્રેક્ટિકલ તાલિમ આપવામાં આવશે. આ તાલિમનો સમયગાળો બે દિવસ (14 કલાક) અને 5 દિવસ (35 કલાક) નો રહેશે. આ પોર્ટલમાં અરજી કરનાર તાલિમાર્થીઓને પ્રતિ દિન રૂ. 250 લેખે વૃતિકા આપવાની સરકાર દ્વારા જોગવાઇ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS