સિહોર નગરપાલિકા ની નવી બોડી દ્વારા પાણી પ્રશ્ને ઝડપી નિરાકરણ માટે મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતું. પરંતુ સમગ્ર શહેરમાં પીવાની પાણીની સમસ્યાઓ પૂર્ણ વિરામ મુકવાનું નામ લેતી નથી. જેમાં સિહોર નગરપાલિકાના વોર્ડ નંબર ૧, શર્મા પાર્ક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની અછતને કારણે સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી. મહિલાઓએ ચીફ ઓફિસર મકવાણાની ઓફિસ સામે ધરણાં કર્યા હતાં અને આક્ષેપ કર્યો હતો કે તેઓ નિયમિતપણે વેરો ભરે છે, છતાં તેમને પૂરતું પાણી મળતું નથી.
તેમણે એ પણ જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે, જયારે તેમના વિસ્તારમાં પાણીની લાઈન પણ નથી. રોડ, સ્ટ્રીટલાઈટ અને સ્વચ્છતાના મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા.મહિલાઓએ નગરસેવકો પર ચૂંટણી સમયે આપેલા વચનો ભૂલી જવા અને ફોન ન ઉપાડવાનો આરોપ લગાવ્યો હતો. સ્થાનિક નગરસેવક મહેશ લાલાણીએ સ્વીકાર્યું હતું કે, વર્ષાબેન દવે અને સવુબેન જેવા નગરસેવકો પાણી સહિતના પ્રશ્નો ઉઠાવે છે, પરંતુ ચીફ ઓફિસર કે પ્રમુખ ધ્યાન આપતા નથી.
વોર્ડ નંબર ૧ ના નગરસેવિકા વર્ષાબેન દવે પણ મહિલાઓની રજૂઆતને સાચી ઠેરવીહતી અને જણાવ્યું હતું કે તેમણે અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ રાજકારણ કરવા નહીં, પરંતુ પોતાના મતદારો અને તેમના પ્રશ્નો માટે લડવા આવ્યા છે.અન્ય નગરસેવકો મહેશ લાલાણી, ભરત રાઠોડ, અલ્પેશ ત્રિવેદી, હાર્દિક આલ, દિનેશ ઠાકોર અને દેવરાજ બુધેલીયાએ વર્ષાબેન દવે અને આંદોલનકારી મહિલાઓને ખાતરી આપી હતી કે તેમના વિસ્તારમાં પાણીનો પૂરવઠો શરૂ થશે અને જ્યાં પાણી નથી આવતું ત્યાં જોડાણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech