આજે આજકાલ મીડિયા દ્રારા મહિલા દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવશે. આજે સાંજે ૪ વાગ્યાથી રાજકોટના કાલાવડ રોડ પર આવેલ હોટેલ સરાઝા ખાતે જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈધના સંગાથે આંતરરાષ્ટ્ર્રીય મહિલા દિવસની ઉજવણીનો પ્રારભં થશે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આજકાલ દૈનિક દ્રારા સૌરાષ્ટ્ર્ર–કચ્છની વિશિષ્ટ્ર મહિલા પ્રતિભાઓનું સન્માન કરવામાં આવશે. છેલ્લ ા ચાર વર્ષથી આજકાલ ગ્રુપ દ્રારા વિવિધ ક્ષેત્રની મહિલાઓને વુમન પાવર એવોર્ડ આપી તેમની કામગીરી અને તેમના વ્યકિતત્વને પ્રોત્સાહન આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આંતરરાષ્ટ્ર્રીય મહિલા દિવસની ઉજવણી પૂર્વે હિંમત, હત્પન્નર અને હામ સાથે સફળતા મેળવનાર ૨૧ મહિલાઓને એવોર્ડ આપી સન્માન કરાશે.
લાખો વાંચકો ધરાવતા આજકાલ ગ્રુપ સામાજિક ઉત્તરદાયીત્વ નિભાવવામાં પણ શીરમોર રહે છે. ૬ એડીશન અને ૧૨ લાખ વાંચકોનો વિશાળ સમૂદાય ધરાવતા આજકાલ દૈનિક દ્રારા પત્રકારત્વ થકી પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાની સાથો સાથ વર્ષ દરમિયાન અલગ અલગ સામાજિક કાર્યક્રમો પણ યોજાય છે. જેમાં અગાઉ લાડકીનો લોત્સવ યોજાયો હતો. જરૂરિયાતમદં દીકરીઓના જાજરમાન લોત્સવ યોજી વિદાય આપી હતી. એયુકેશન એવોર્ડ, ઓટો એકસ્પો, સૌરાષ્ટ્ર્ર લીટરેચર ફેસ્ટીવલ ઉપરાંત દર વર્ષે નવરાત્રીમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ૮મી માર્ચે આંતરરાષ્ટ્ર્રીય વુમન્સ ડે પર આજકાલ ગ્રુપ મહિલાઓ માટે ખાસ કાર્યક્રમ યોજી આ દિવસની ઉજવણી કરે છે. છેલ્લ ા ચાર વર્ષથી વુમન પાવર એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે સુપ્રસિધ્ધ લેખિકા કાજલ ઓઝા વૈધને રૂબરૂ થવાનો અનેરો અવસર યોજયો છે.
આજકાલ દ્રારા આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતાની સાથે જ કાજલ ઓઝાને સાંભળવા માટે મહિલાઓમાં ઉત્સાહ છવાયો છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે બહોળી સંખ્યામાં બહેનોએ બુકિંગ કરાવ્યું છે. આજે વુમન પાવર એવોર્ડ સાથે પ્રખર વકતા અને શિરમોર લેખિકા કાજલ ઓઝા વૈધને સાંભળવાનો મોકો શ્રોતાઓ ચૂકતા નથી એવી જ રીતે આજના આ કાર્યક્રમમાં રાજકોટના વિવિધ ક્ષેત્રની મહિલા પ્રતિભાઓ સાથે યુવતીઓ, બહેનો ભાગ લેશે. કાજલબેન જાણીતા લેખિકા અને સાહિત્યકારની સાથો સાથ આજના યુવાનો માટે આઈકોન પણ બન્યા છે.
આજે આજકાલ આયોજિત ખાસ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, જાણીતા શિક્ષણવિદ્દ એકતાબા સોઢા, કોર્પેારેટર ડો.દર્શનાબેન પંડા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કાશ્મીરાબેન નથવાણી, મહિલા અગ્રણી યોતિબેન ટીલવા, અધિક પોલીસ કમિશનર વિધી ચૌધરી, આસી. કલેકટર નિશા ચૌધરી, ઈન્કમટેકસ રાજકોટ એડીશનલ કમિશનર અનન્યા કુલશ્રેષ્ઠ સહિત અલગ અલગ ક્ષેત્રમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહી મહિલા પ્રતિભાઓને એવોર્ડથી સન્માનિત કરશે. આજકાલ ગ્રુપના એમ.ડી. ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજિંગ તંત્રી અનિલભાઈ જેઠાણી, ગ્રુપ એડીટર કાનાભાઈ બાંટવાના સફળ નેતૃત્વ હેઠળ આજના દિવસે રાજકોટની મહિલાઓને કાજલ ઓઝા વૈધ સાથે રૂબરૂ થવાનો અવસર મળ્યો છે. આ કાર્યક્રમમાં જે બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેમને જ પ્રવેશ મળશે.
રજિસ્ટ્રેશન માટે બહેનોનો સફળ પ્રતિસાદ
આ કાર્યક્રમ બહેનો માટે રાખવામાં આવ્યો છે અને જેમાં આજકાલ દ્રારા જાહેર કરાયેલા નંબર પર જેમને રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેમને પ્રવેશ મળશે. આ કાર્યક્રમમાં મહિલાઓએ મો.નં.૯૫૧૦૯ ૭૨૩૧૭ પર નામ અને નંબર સાથે રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તે બહેનોને બારકોડ દ્રારા આમંત્રણ મોકલી દેવામાં આવ્યા છે. જે એક વ્યકિત માટે જ એક જ વખત વાપરી શકશે. રજિસ્ટ્રેશન વિના પ્રવેશ મળશે નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech