બાલંભડીમાં મહિલાને લાકડી ફટકારી અપાતી ધમકી

  • July 08, 2021 01:13 PM 

રોડ પર કરેલા ખોદકામ બાબતે કહેવા જતા શખ્સનું કારસ્તાન

કાલાવડના બાલંભડી ગામના કબ્રસ્તાન રોડ પર ખોદકામ કરેલ હોય તે બાબતે મહિલા દ્વારા આરોપીને કહેવા જતા ઉશ્કેરાયેલા શખ્સે લાકડી વડે માર મારીને ધમકી આપી હતી આથી મહિલા દ્વારા બાલંભડીના શખ્સ સામે ફરિયાદ કરવામાં આવી છે.

કાલાવડ તાલુકાના બાલંભડી ગામમાં રહેતી નજમા બેન હાસમભાઇ જુણેજા ઉમર વર્ષ 45 એ ગઈ કાલે ટાઉન પોલીસમાં બાલંભડી ગામના જીગ્નેશ ભીખા મુડસીયાની વિરુદ્ધ 323, 504, 506 (2 ), જી પી એક્ટ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

મળતી વિગત મુજબ આરોપીએ ફરિયાદીને કબ્રસ્તાન જવાના રસ્તા પર ખોદકામ કરેલ હોય તે બાબતે કહેવા જતાં આરોપી જીગ્નેશે ઉશ્કેરાઈ જઈને ફરિયાદી મહિલાને જેમતેમ અપશબ્દો બોલીને પગમાં લાકડી વડે માર મારી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS