પતિને અન્ય મહિલા સાથે વાત નહીં કરવાનું સમજાવતા છરી બતાવી મારી નાખવાની ધમકી

  • May 13, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
માધાપર ચોકડી પાસે ધ સ્પેસ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ પતિ વિરૂધ્ધ મારકૂટ અને ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જે અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


માધાપર ચોકડી પાસે ધ સ્પેસ એપાર્ટમેન્ટમાં રહેતી મીનલબેન (ઉ.વ.૩૩)એ પતિ મહેશ મગનભાઈ મેર વિરૂધ્ધ મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ૨૦૨૨માં જૂનાગઢના યુવક સાથે લગ્ન થયા બાદ ત્રણેક મહિના પછી છૂટાછેડા લઈ લીધા હતા. ૨૦૧૮માં લો કોલેજમાં અભ્યાસ દરમિયાન આરોપી સાથે પરિચય થતાં ૨૦૨૩માં કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પતિએ ત્રાસ આપવાનું શરૂ કરતાં ૨૦૨૩માં છૂટાછેડા લીધા હતા.


ત્યાર પછી પતિએ માફી માંગી લેતાં અને હવે હેરાન નહીં કરે તેવી ખાત્રી આપતાં ૨૦૨૪માં ફરીથી કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન પતિ અવાર-નવાર કોઈ મહિલા સાથે વાતચીત કરતો હોવાની શંકા જતાં પૂછતાં ઝઘડો કરી મારકૂટ કરતો હતો. તેની સાથે કામ કરતાં પિયુષભાઈ અને અન્યોએ પણ પતિને સમજાવ્યા હતા.


દરમિયાન ગઈ તા.૧૫ના રોજ પતિને અન્ય મહિલા સાથે વાત નહીં કરવા સમજાવતાં છરી લઈ કહ્યું કે તું મને ગમતી નથી, તને જાનથી મારી નાખીશ. બાદમાં તેને માર માર્યો હતો. જેથી પરિણીતાએ સિવીલમાં સારવાર લીધી હતી. બાદમાં પતિ વિરૂધ્ધ અરજી કર્યા બાદ ફરિયાદ નોંધાવી છે.ફ જે અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application