આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
રાજકોટની ક્રેડિટ કો- ઓપરેટિવ સોસાયટીમાંથી લીધેલી લોન ભરપાઈ કરવા આપેલો રૂપિયા ૪.૭૮ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે મહિલા સભાસદને છ માસની અને ચેકની રકમ કરતા ડબલ રકમ વળતર પેટે ક્રેડિટ સોસાયટીના ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ, શહેરના જામનગર રોડ ઉપર આવેલ તોપખાના વિસ્તારના રહેવાસી કંચનબેન ઉકાભાઈ વાળોરાએ વિશાખા ક્રેડિટ કો-ઓ. સોસાયટી લી.માંથી રૂ.૫ લાખની લોન મેળવેલ. બાદમાં લોનની રકમ ભરપાઈ કરવા અંગે રૂ.૪.૭૮ લાખનો ચેક આપ્યો હતો. તે ચેક લખનારના ખાતામાં અપુરતા નાણાને કારણે પરત ફરેલ. આથી ક્રેડિટ સોસાયટી વતી લીગલ નોટિસ આપવા છતાં કંચનબેન ઉકાભાઈ વાળોકરાએ ચેકવાળી રકમ ચુકવેલ નહિં. તેથી સોસાયટીના મેનેજર વિશાલ મોહનભાઈ વાઘેલાએ રાજકોટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ. આ કેસ ચાલવા ઉપર આવતા ક્રેડિટ સોસાયટી તરફથી રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવા તથા ફરીયાદીના એડવોકેટ નિલેશ જી. પટેલની દલીલો તથા રજુ કરવામાં આવેલ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ કોર્ટે કંચનબેન ઉકાભાઈ વાળોદરા સામેનો કેસ સાબિત માની છ માસની સજા તેમજ ફરીયાદીને રુ. ૯.૫૬ લાખનું વળતર બે માસમાં ચુકવવા અને જો વળતરની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સજાનો હુકમ ફમાવેલ છે. આ કામમાં ફરીયાદી ક્રેડિટ સોસાયટી વતી એડવોકેટ નીલેશ જી. પટેલ, નિકુંજબેન સાકરીયા, રીધ્ધીબેન પીલોજપરા, સહાયકો દિપાલીબેન નકુમ, મહેકબેન ચીકાણી, એશાબેન બુસા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ડ્રગ્સ તસ્કરી અને મની લોન્ડરિંગ મામલે EDના મેગા ઓપરેશનથી ફફડાટ: ગુજરાત-મહારાષ્ટ્રમાં એકસાથે દરોડા
ત્રીજા પક્ષની દખલગીરી મંજૂર નહીંઃ સરહદ વિવાદ પર ભારતે નેપાળને રોકડું પરખાવ્યું
દેશમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દેશમાં નંબર વનઃ જયદેવ શાહ
અમેરિકામાં ‘ઓપરેશન ચેકમેટ’ નો સપાટો: ગેરકાયદેસર રહેતા 30 ભારતીય ટ્રક ડ્રાઇવરોની ધરપકડ; ટૂંક સમયમાં ભારત ડિપોર્ટ કરાશે
વિરાટ કે રજત નહીં RCBનો આ ખેલાડી છે 'લકી ચાર્મ', જેટલી મેચ રમ્યો બધામાં જીત મળી
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech