જામનગરની એક મહિલા સામે ચેક રીટર્ન અંગેનો કેસ કરવામાં આવ્યો હતો, જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે મહિલા આરોપીને તકસીરવાન ઠેરવી, એક વર્ષની સજા તેમજ ચેકની બમણી રકમનો દંડ ફટકાર્યો છે.
જામનગરમાં રહેતી રૂપલબેન અનિલભાઈ પાટલીયા નામની મહિલાએ પોતાના પતિના મિત્ર એવા મહાવીર સિંહ પ્રભાતસિંહ સોઢા પાસેથી ૨,૧૫,૦૦૦ હાથ ઉછીના લીધા હતા, અને તેની સામે ચેક આપ્યો હતો. જે બેંકમાંથી નાણાં ના અભાવે પાછો ફર્યો હોવાથી અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
દરમિયાન ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થયું હતું અને કેટલીક રકમ ચૂકવ્યા બાદ ૧૦-૧૦ હજારના બે ચેક અપાયા હતા. જે બંને ચેક ફરીથી નાંણાના અભાવે પાછા ફરતાં મહિલા સામે જામનગરની અદાલતમાં ફરીથી ચેક રિટર્ન અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ અદાલત ચાલી જતા અદાલતે મહિલા આરોપી રૂપલબેન પટેલ ને એક વર્ષની કેદની સજા અને ચેક ની બમણી રકમ ફરિયાદીને વળતર રૂપે ચૂકવી દેવા હુકમ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech