સિકકામાં ગાંજાનું વેચાણ કરતી મહિલાની અટકાયત

  • October 13, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક મહિલાની સંડોવણી ખુલી : એસઓજીની ટુકડીએ 160 ગ્રામ ગાંજો અને રોકડ કબ્જે કરી


જામનગરના સિકકાના ધુળીયા (ઇન્દીરા) પ્લોટ વિસ્તારમાં બાતમીના આધારે એસઓજીની ટુકડીએ દરોડો પાડીને એક મહિલાને ગાંજાનું વેચાણ કરતા 160 ગ્રામ ગાંજો સાથે અટકાયત કરી હતી, શ્રીજી સોસાયટીમાં રહેતી મહિલા પાસેથી વેચાણઅર્થે ગાંજો મંગાવ્યો હતો, તાજેતરમાં જ જામનગરના વુલનમીલ ફાટક વિસ્તારમાં એક મહિલા ગાંજાનું વેચાણ કરતા મળી આવી હતી.


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા એનડીપીએસના કેશો કરવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર પર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે પરિણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા જે અનુસંધાને એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો જામનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન સ્ટાફના વિરેન્દ્રસિંહ જાડેજા, ચંન્દ્રસિંહ જાડેજા, સંદિપભાઇ ચુડાસમાને ખાનગી બાતમી મળી હતી કે સિકકા ગામ ધુડીયા પ્લોટમાં રહેતી જરીનાબેન જાકુભાઇ લો પોતાના રહેણાંક મકાને બહાથી ગાંજો મંગાવી તેનું વેચાણ કરે છે, જે હકીકત આધારે એ જગ્યાએ રેઇડ કરતા મહિલાને ગેરકાયદે માદક પદાર્થ ગાંજો 160 ગ્રામ, કિ. 1600 તથા અન્ય મુદામાલ મળી કુલ કિ. 2600 સાથે પકડી પાડી હતી અને મહિલા વિરુઘ્ધ સિકકા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.


એસઓજીના દરોડામાં જરીનાબેનને અટકમાં લીધી હતી, જયારે તપાસ દરમ્યાન સિકકા શ્રીજી સોસાયટીમાં રહેતી કશાનાબેન જુસબ સુભાણીયાનું નામ ખુલ્યુ હતું, જેની શોધખોળ આદરવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે ત્રણ-ચાર દિવસ પહેલા જામનગરના વુલનમીલ ખુલ્લી ફાટક નજીક એક મહિલા ગાંજાનું વેચાણ કરતા ઝપટમાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application