ઈન્ડિગો સાથે મહિલા પેસેન્જરને ખરાબ અનુભવ, ડાયાબિટિસના મુસાફરોને શુગરયુક્ત ભોજન જમાડવાનો લગાવ્યો આરોપ
આપણે બધા પૈસા ખર્ચી અને એડવાન્સ બુકિંગ કર્યા બાદ એક સરળ અને સુખદ હવાઈ મુસાફરીની આશા રાખીએ છીએ. જો કે, આ દિવસોમાં એવા કિસ્સાઓ સાંભળવામાં આવે છે અને જોવામાં આવે છે કે મુસાફરોને હવાઈ મુસાફરીમાં કેવી સમસ્યાઓ અને તણાવનો સામનો કરવો પડી રહ્યો છે.
તાજેતરમાં, સ્વાતિ સિંહ નામની એક મહિલા સાથે સંકળાયેલી આવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં તેમને ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક મહિલા મુસાફરે એરલાઇન સ્ટાફ પર ડાયાબિટીસના પેસેન્જર્સને ખાંડવાળું ફૂડ જમવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.
પહેલા ફ્લાઇટ રદ થઈ, અને બીજા દિવસે 6 કલાક મોડી
હકીકતમાં સ્વાતિ 10 મેના રોજ ભારતથી સિએટલ જઈ રહી હતી. તેણે ઈન્ડિગો સાથેનો પોતાનો ખરાબ અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો અને લખ્યું કે, એક દિવસ પહેલા જ મારી ફ્લાઈટ કેન્સર થઈ ગઈ, જેથી મને ઘણું નુકસાન થયું. બીજા દિવસે બપોરે 3 વાગ્યે ફ્લાઈટ ઉપડવાની હતી, પરંતુ ફ્લાઈટ મોડી હોવાથી હું રાત્રે 9 વાગ્યે એરપોર્ટ પહોંચી. મારે એરપોર્ટ પર 6 કલાક સુધી ફ્લાઇટની રાહ જોવી પડી.
ડાયાબિટીસ પ્રવાસીઓ માટે ખાંડયુક્ત ખોરાક
સ્વાતિએ આગળ લખ્યું કે, 'ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થવાને કારણે મને ડૉલરનું નુકસાન થયું અને આ અંગે એરલાઈન્સ મેનેજરનો જવાબ હતો- મારી પાસે કોઈ વિકલ્પ નથી. ભારતના ઉડ્ડયન મંત્રી શું કરી રહ્યા છે? તેણે ઈન્ડિગો પર આરોપ લગાવ્યો કે બપોરે 3 વાગ્યાથી 9:40 વાગ્યાની વચ્ચે કોઈએ અમને પાણીના ગ્લાસનું પણ નથી પૂછ્યું, તેઓ નબળી ગુણવત્તાનું ભોજન પીરસી રહ્યા છે. જ્યારે સામાન્ય માણસ ચિંતિત છે તો ઉડ્ડયન મંત્રાલય ઇન્ડિગો એરલાઇન્સ જેવી મોટી કંપનીઓ પર દંડ કેમ નથી લગાવી રહ્યું?
અમે ઈન્ડિગોના ચેરમેનને કરીશું ફરિયાદ
સ્વાતિ સિંહે એરલાઇન સ્ટાફ અને એક વૃદ્ધ પેસેન્જર વચ્ચેની વાતચીતનો વીડિયો પણ શેર કર્યો છે. ક્લિપમાં મહિલા કહે છે કે, 'ગઈકાલ બપોરથી અમે પરેશાન છીએ. અમારે જે અગત્યનું કામ કરવાનું હતું તે થઈ શક્યું નહીં. અમે દિલ્હીમાં ઈન્ડિગોના ચેરમેનને ફરિયાદ કરીશું.
મહિલા મુસાફરની ફરિયાદ બાદ એરલાઇન કંપનીએ સિંહની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી. ઈન્ડિગોના સત્તાવાર એકાઉન્ટમાં કહેવામાં આવ્યું કે, 'મૅમ, આ એવો અનુભવ નથી જે અમારે અમારા ગ્રાહકોને આપવા જોઈએ. અસુવિધા બદલ અમે દિલગીર છીએ. કૃપા કરીને તમારો PNR DM દ્વારા અમારી સાથે શેર કરો જેથી અમે તેને તરત જ ચકાસી શકીએ અને તમને મદદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, સ્વાતિની આ પોસ્ટને ઓનલાઈન ઘણી પ્રતિક્રિયા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech