રાણાવાવની મહિલાએ પરણીતાના અશ્ર્લિલ ફોટા વાયરલ કરતા આઇ.ટી.એકટ હેઠળ ગુન્હો નોંધાયો છે.
પોરબંદરના એક યુવાને એવી પોલીસ ફરિયાદ આઇ.ટી.એકટ હેઠળ રાણાવાવ રહેતી પૂજા ઉર્ફે પ્રફુલ્લા નેભા ઓડેદરા સામે નોંધાવી છે જેમાં એ પ્રફુલ્લાએ આ યુવાનની બહેનના અશ્ર્લિલ ફોટા સોશ્યલ મિડિયામાં વાયરલ કર્યાનું જણાવ્યુ છે. જેની વિગત એવા પ્રકારની છે કે તેની બહેન હાલ વિદેશમાં વસવાટ કરે છે અને એ બહેને પાંચ દિવસ પહેલા ફોન કરીને તેના ભાઇને જણાવ્યુ હતુ કે રાણાવાવમાં રહેતા એક વ્યક્તિ સાથે પાંચેક વર્ષથી તેને સંબંધ છે અને તેથી બંનેના ફોટા એ વ્યક્તિના મોબાઇલમાં હતા જે રાણાવાવ રહેતી પૂજા ઉર્ફે પ્રફુલ્લા નેભા ઓડેદરાએ આ યુવતીને મોકલ્યા હતા અને પિયાની માંગણી કરી છે કારણકે તે ફોટા અશ્ર્લિલ છે. ત્યારબાદ પૂજા નેભાએ ફરીથીએ મહિલાને ફોન કરીને ગાળો આપી હતી જેનુ વોઇસ રેકોર્ડીંગ પણ કરવામાં આવ્યુ હતુ.
બહેનની આ રીતે બદનામી થતી હોવાથી ભાઇએ તપાસ કરતા એવુ જાણવા મળ્યુ કે અલગ-અલગ વ્યક્તિઓને આ અશ્ર્લિલ ફોટા મોકલવામાં આવ્યા છે જેમાં ઓડદર ગામે રહેતા રાજસી સવદાસ ભૂતિયાને પણ ફોટા મોકલ્યા છે. આથી આ અંગે રાણાવાવ રહેતા નેભા ભીખુ ઓડેદરાને બ મળીને યુવાને પૂછપરછ કરતા તેણે એવુ જણાવ્યુ હતુ કે સાત વર્ષ પહેલા પૂજા ઉર્ફે પ્રફુલ્લા રાજ્યગુરુ સાથે તેણે પ્રેમલગ્ન કર્યા હતા અને બે વર્ષ ઘર સંસાર સારી રીતે ચાલ્યા બાદ તેની પત્ની પૂજા નેભાથી અલગ રહેવા ચાલી ગઇ હતી. ત્યારબાદ જેના ફોટા વાયરલ થયા છે તે ફરિયાદીની બહેન સાથે નેભાને સંબંધ બંધાયા હતા અને તેઓ મળતા ત્યારે રાજીખુશીથી અશ્ર્લિલ ફોટા પાડયા હતા. નેભો તેની પત્ની પ્રફુલ્લા પાસે સમાધાનની વાતચીત કરવા જતો હતો ત્યારે નેભાની જાણ બહાર તેના ફોનમાંથી તેના અને એ મહિલાના અશ્ર્લિલ ફોટા મેળવી લીધા હતા. ત્યારબાદ પ્રફુલ્લાએ જેના અશ્ર્લિલ ફોટા છે તે મહિલાને ફોટા મોકલીને પૈસાની માંગણી કરી હતી. આથી અંતે આ યુવાને રાણાવાવ પોલીસમથક ખાતે આવીને તેની બહેનના અશ્ર્લિલ ફોટા વાયરલ કરી પૈસાની માંગણી કરનાર પૂજા ઉર્ફે પ્રફુલ્લા નેભા ઓડેદરા સામે ગુન્હો દાખલ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech