BREAKING NEWS

જામનગરમાં મહિલા સાથે ૧૨.૨૬ લાખની છેતરપિંડી

  • February 18, 2026 06:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં ધનબાઇના ડેલા પાસે ચારણફળી વિસ્તારમાં રહેતી મહિલા સાથે કટકે કટકે રકમ લઇને ૧૨.૨૬ લાખની છેતરપીંડી કર્યાની સિકકાના એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. 


જામનગરમાં ચારણ ફળી વિસ્તારમાં રહેતી ગીતાબેન કિરીટભાઈ ચૌહાણ નામની ૫૦ વર્ષની મહિલાએ પોતાની સાથે ૧૨.૨૬ લાખની છેતરપિંડી કરવા અંગે સિક્કા પંચવટી સોસાયટીમાં રહેતા કાસમ દાઉદભાઈ કકલ સામે સીટી-એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી મહિલાને આરોપી પાસે એક મકાન ખરીદ કરવું હતું, જે મકાન માટે આરોપીને કટકે કટકે  ૧૨.૨૬ લાખ જેટલી રકમ આપી દીધી હતી તેમ છતાં મકાન માલિકે રકમ પચાવી પાડી હતી, અને મકાનના દસ્તાવેજ અથવા મકાનનો કબજો આપ્યો ન હતો, અને વિશ્વાસઘાત તેમજ  છેતરપિંડી કરી હતી. જેથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સોંપી દેવાયો છે, અને પોલીસ દ્વારા આ મામલે  વધુ તપાસ ચલાવવામા આવી રહી છે.


ફરીયાદમાં જણાવ્યા અનુસાર મકાનના દસ્તાવેજ ફરીયાદીના નામે કરાવવાનું કહીને આરોપીએ પ્રથમ ૪ લાખ અને એ પછી વકીલ ચંપકલાલ રાઠોડની હાજરીમાં રોકડા ૨.૬૫ મળી કટકે કટકે કુલ ૧૨.૨૬ લાખ લઇ લીધા હતા અને હજુ સુધી રૂપીયા કે મકાનના દસ્તાવેજ નહી કરી આપેલ આમ વિશ્ર્વાસઘાત કરીને ફરીયાદીને મારી નાખવાની ધમકી આપતા વિધિવત ફરીયાદ નોંધાવવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application