અમરેલીમાં રહેણાંક મકાનમાંથી 17 કિલો ગૌમાંસ સાથે મહિલા ઝડપાઇ

  • March 29, 2025 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીના ઘાંચીવાડમાં ડુબાણીયા પાડામાં રહેણાંક મકાનમાં ગૌમાનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે સીટી પોલીસે દરોડો પાડી મકાનમાંથી 17 કિલો ગૌ માસ મળી આવતા ગૌવંશની હત્યા કરવા માટેના હથિયારો સહિતનો મુદામાલ કબ્જ કરી મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. મહિલાની પુછપરછ પરછમાં આ ગૌ માસ તેનો ભત્રીજો આપી ગયો હોવાનું જણાવતા પોલીસે યુવક સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. પોલીસે ગૌ માંસનું સેમ્પલ રાજકોટ એફએસએલમાં ખરાઈ કરવા માટે મોક્લ્યું છે.


પ્રાપ્ત વિગત મુજબ અમરેલી સીટી પોલીસ મથકના સ્ટાફને કોઈએ જાણ કરી હતી કે, બહારપરા ઘાંચીવાડના ડુબાણીયા વિસ્તારમાં રહેતા જરીનાબેન હાજીભાઇ કાલવા પોતાના રહેણાંક મકાનમાં હિન્દૂ ધર્મમાં પ્રવિત્ર મનાતા ગાય વાછરડાની કતલ કરી ગૌ માસનું વેંચાણ કરે છે. અને લોહીનો બગાડ જાહેર ગટરમાં નાખી ઉપદ્રવ ફેલાવે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઘરમાંથી 17 કિલો ગૌ માંસ કી.રૂ.8500નું મળી આવતા, એક લોખંડનો કોયતો, છરી, ઢેંબો સહિતના હથિયા કબ્જે કરી મહિલાની અટકાયત કરી હતી. મહિલાની પુછપરછમાં આ માંસ પોતાના ભત્રીજા સાબિર મહેબુબભાઇ કાલવાએ પૂરું પાડ્યું હોવાની કબૂલાત આપતા પોલીસે સાબિર સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી. માંસની તપાસ માટે રાજકોટ એફએસએલમાં મોકલવામાં આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application