ઉત્તર પ્રદેશના બહરાઈચમાં વરુઓએ મચાવેલા આતંકથી ભારે ગભરાટ ફેલાઇ ગયો છે. વરુના હુમલાના બહરાઈચમાં વરુનો એક પછી એક આતંક યથાવત છે. માનવભક્ષી વરુઓના કારણે 35 ગામડાઓમાં ભયનું વાતાવરણ હતુ. અહીં લોકો પોતાના પરિવારની સુરક્ષા માટે આખી રાત જાગતા રહે છે. આ આદમખોર વરૂનું ઝુંડ ગામના લોકો પર સતત હુમલાઓ કરી રહ્યું છે ગત મોડી રાત્રે એક વરુએ એક વૃદ્ધ વ્યક્તિ અને તેના ત્રણ વર્ષના પૌત્ર પર હુમલો કરીને ઘાયલ કર્યા હતા.
જિલ્લાના કોતવાલી દોહતની ગ્રામ પંચાયત યાદવપુરના મજરા લોધનપુરવામાં વરુએ કૃપારામ અને તેમના પૌત્ર સત્યમ પર હુમલો કર્યો અને તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા હતાં. ગઈકાલ રાત્રે પણ આ જ ગામમાં એક બાળક ઘાયલ થયો હતો.
રાત્રે હુમલો કરવામાં આવ્યો
બહરાઈચના ગ્રામીણ કોતવાલી વિસ્તારના ગોલાવા મૌજા યાદવપુરમાં રહેતા કલાલ યાદવનો આઠ વર્ષનો પુત્ર સંગમ લાલ ગઈકાલ મોડી રાત્રે પોતાના ઘરના દરવાજા પર ઊભો હતો ત્યારે એક વરુએ તેના પર હુમલો કર્યો હતો. બાળકની ચીસો સાંભળીને વરુ ભાગી ગયો જેના કારણે તે ઘાયલ થઈ ગયો અને તેના ચહેરા પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પરિવાર તેને મેડિકલ કોલેજ લઈ ગયો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સંગમ લાલની માતા જનક દુલારીએ જણાવ્યું કે વરુએ તેમના પુત્ર પર હુમલો કર્યો હતો જેના કારણે તે ઘાયલ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મનપામાં ક્લાર્કની ૧૨૨ જગ્યાઓ માટે ૬૦૫૨૧ ઉમેદવારો; તા.૪ મે ના પરીક્ષા
April 26, 2025 02:01 PMજામનગરમાં પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ રકતદાન કેમ્પ અંગે પોલીસ વડાએ આપી વિગતો
April 26, 2025 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech