આશ્ર્ચર્યમ : સુર્ય પ્રકાશ વગર સમુદ્રના પેટાળમાં બની રહ્યો છે ડાર્ક ઓક્સિજન

  • July 25, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે ઊંડા સમુદ્રમાં ’ડાર્ક ઓક્સિજન’ની શોધ કરી છે. ટીમના સંશોધન મુજબ, પ્રશાંત મહાસાગરના તળિયે મોટા પ્રમાણમાં ઓક્સિજન પમ્પ કરી રહ્યું છે. આ ભાગ એટલો ઊંડો છે કે સૂર્યપ્રકાશ ત્યાં પહોંચવો અશક્ય છે. પ્રકાશસંશ્લેષણ (ફોટોસિંથેસિસ) વગર ત્યાં ઓક્સિજન બનવું એ વૈજ્ઞાનિકો માટે પણ આશ્ચર્યજનક છે, ધ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, નેચર જીઓસાયન્સ જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે સમુદ્રની સપાટીથી લગભગ 4,000 મીટર (13,100 ફૂટ) નીચે સંપૂર્ણ અંધકારમાં ઓક્સિજન બની રહ્યો છે. તેને ડાર્ક ઓક્સિજન નામ આપવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકો અત્યાર સુધી માનતા આવ્યા છે કે, સૂર્યપ્રકાશ વગર ઓક્સિજન ઉત્પન્ન થઈ શકતો નથી. નવી શોધ પ્રકાશસંશ્લેષણ દ્વારા ઓક્સિજન ઉત્પન્ન થવાની કલ્પ્નાને પડકારે છે. પ્રકાશસંશ્લેષણ માટે ત્યાં સૂર્યપ્રકાશ ન હોવાને કારણે આટલી ઊંડાઈએ ઓક્સિજનનું ઉત્પાદન અશક્ય માનવામાં આવે છે. સંશોધન દરમિયાન મળેલી જાણકારી પણ આશ્ચર્યજનક છે કે, દરિયાની ઊંડાઈમાં છોડ ઓક્સિજન ઉત્પન્ન નથી કરી રહ્યા. સંશોધનના સહ-લેખક એન્ડ્રુ સ્વીટમેનના જણાવ્યા અનુસાર, ઓક્સિજન મેટલ નોડ્યુલ્સ (શરીર)માંથી બહાર આવે છે, જે કોલસાના ઢગલા જેવા હોય છે. આ બટાકાના આકારના નોડ્યુલ્સ પાણીના અણુઓને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજિત કરે છે. સ્વીટમેને જણાવ્યું હતું કે, આ શોધ નવી ચચર્નિો વિષય બની શકે છે.


જીવનની શઆત ક્યાંથી થઈ તે એક કોયડો
પૃથ્વીનો અડધો ઓક્સિજન સમુદ્રમાંથી આવે છે. એન્ડ્રુ સ્વીટમેન કહે છે કે, પૃથ્વી પર જીવનની શરૂઆત માટે ઓક્સિજન જરૂરી હતો. અત્યાર સુધી આપણી સમજ એવી રહી છે કે પૃથ્વી પર ઓક્સિજનનો પુરવઠો પ્રકાશસંશ્લેષણના સજીવોથી શરૂ થાય છે. હવે જીવનની શરૂઆત ક્યાંથી થઈ તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application