BREAKING NEWS

મેયર-ચેરમેન-કમિશનર વિના મનપા ખાલીખમ

  • May 21, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના ચૂંટણી પરિણામો જાહેર થયાને બાવીસ દિવસ વિતી ગયા બાદ હજુ સુધી પથથિડારીઓની નિયુકિત કરાઈ ન હોય મ્યુનિ. કમિશનર મસૂરી ખાતે ટ્રેનિંગમાં ગયા હોય તેમજ મહાપાલિકા: એકાદ હજાર કર્મચારીઓને જન ગણના-૨૦૨૭ની ડામગીરી સોંપવામાં આવતા મહાપાલિકા કચેરી ખાલીખમ જોવા મળી રહી છે. તાઉપરાંત હિટ વેવ અને વેડેશન સહિતના કારણોસર હવે તો અરજઘરી પણ ગાયબ થઈ ગયા છે. હાલ મહાપાલિકાની મુખ્ય સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાલીખમ જોવા મળી રહી છે તેમજ ઝોનલ ઓફિસો અને વોર્ટ ઓફિસોમાં પણ ઈંટે બડે જેવો
માહોલ છે. હિટ વેવને કારણે બપોરે ૧૨થી ૪ દરમિયાન અરજદરો પણ આવવાનું ટાળે છે.



આ ઉપરાંત હાલ શાળા-કોલેજોમાં ઉનાળું વેકેશન ચાલી રાહ્યું હોય મોટાભાગના મ્યુનિ. કર્મચારીઓ રજા મહીને સહપરિવાર ફરવા ઉપડી ગયા પદાધિકારીઓની ચેમ્બરમાં સફાઈ-સજાવટ રાજકોટ મહાપાલિકાની સેક્રેટરી શાન્ય દ્વારા હાલ ખેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા, શાસક પક્ષ દંડક તેમજ વિવિધ ૧૫ કમિટી ચેરમેનની ચેમ્બરની સાફ સફાઈ અને સજાવટ શરૂ કરાઇ છે. આ ઉપરાંત રેકર્ડ વર્ગીકરણ, પેન્ડિંગ કામોનો નિકાલ. એજન્ડા પ્રસિદ્ધ કરવા તેમજ દરખાસ્તનું ડ્રાફ્ટિંગ તૈયાર કરવા જેવી કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે.  મહાપાલિકા કચેરીમાં ઉપલબ્ધ સ્ટાફમાંથી અંદાજે એકાદ હજાર કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવી હોય તેઓ તેમાં વ્યસ્ત બન્યા છે તેથી કચેરીમાં આવતા નથી વહીવટદાર રાજમાં ને મ્યુ.કમિશનર ઇન્ચાર્જ જન્મ-મરણ, આધાર સિવાયની બ્રાન્ચ ખાલી મનપામાં ફકત જન્મ-મરણ નોંધણી શાખા અને આધાર વિભાગમાં ટ્રાફિક રહે છે. આ બન્ને સ્થળે કચેરી ખુલતાવેંત અરજદરોની લાઈન લાગે છે, અન્ય તમામ બ્રાન્ચમાં નહિવત અરજદરો જોવા મળે છે. નવા આવનારા પદાધિકારીઓએ અન્ય કોઈ ડ્રીમ પ્રોજેકટ જાહેર કરવાને બદલે જન્મ મરણ નોંધણી અને આધાર વિભાગમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહી પરેશાન થતા અરજદારોની પરેશાની દૂર કરવાનો પ્રોજેકટ શરૂ કરવાની જરૂર છે.
રાજકોટ મહાપાલિકામાં હાલ વહીવટદાર રાજ છે અને કો.રાજેન્દ્રકુમાર એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્યરત છે. અલબત્ત તેઓ રાજકોટ આવી શકવા નથી અને ઑનલાઈન કામગીરી કરી રહ્યા છે. મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા મસૂરી ખાતે ટ્રેનિંગમાં જતા તેમનો ચાર્જ રાજકોટ કીડીઓ અનંદુ સુરેશ ગોવિંદને સોંપાયો છે. સ્થિતિમાં એકં દરે નીતિવિષયક કામગીરી થઈ શકવાને અવકાશ નથી અને રોજિંદા કામકાજ થઇ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application