૬૬ શાળાઓમાં વોટર કુલર, વોટર પ્યોરીફાયર સહિતના સાધનો અપાયા
જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમ તેમના વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે લોકોને કોઈને કોઈ રીતે સહાયરુપ થતા રહયા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરુપ સ્વસ્થ અને ડીઝીટલ ભવિષ્યના નિર્માણ અર્થે જામનગર-દેવભૂમિ દ્વારકા અને મોરબી (આમરણ) જીલ્લામાં દરેક જીલ્લા પંચાયતોની સીટ દીઠ ત્રણ શાળાઓ પસંદ કરી કુલ-૧૪૧ શાળાઓમાં વોટર કુલર, વોટર પ્યોરીફાયર અને કોમ્પ્યુટર સીસ્ટમ સાધનો નોયડાની વિસ્ટા કોન્સોલ્સ ઈલેક્ટ્રોનીકસ પ્રા.લી. દ્વારા સામાજીક ફરજના સી.એસ.આર. એકટીવીટી અંતર્ગત સાંસદ પૂનમબેન માડમના પ્રયાસો અને પ્રેરણાથી આ સાધનો આપવાનો નિર્ધાર થયેલ છે. જેના ભાગરુપે જામનગર અને મોરબી જીલ્લાની ૭૫ શાળાઓ માટે પ્રથમ તબકકામાં તા.૧૭/૦૯/૨૦૨૩ ના રોજ જામનગર ખાતેથી અને ગઈકાલ તા.૦૭/૦૩/૨૦૨૪ ના બીજા તબકકાના કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાની ૬૬ શાળાઓમાં આવા સાધનોનો અર્પણ વિધીનો કાર્યક્રમ ખંભાળીયા નગરપાલિકા ટાઉન હોલ ખાતે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં યોજાયેલ હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેક, પ્રમુખ જીલ્લા પંચાયત પ્રતિનિધી અગ્રણી પી.એસ.જાડેજા, મુનીપ શર્મા-ડાયરેકટર વિસ્ટા ઈલે.કંપની નોયડા, રચનાબેન મોટાણી-પ્રમુખ નગરપાલિકા ખંભાળીયા, રાણાભાઈ જમોડ-પ્રમુખ નગરપાલિકા રાવલ, રસીકભાઈ નકુમ-મહામંત્રી જીલ્લા ભાજપ, અનીલભાઈ ચાવડા-ઉપપ્રમુખ જીલ્લા પંચાયત, જીતેન્દુભાઈ કણઝારીયા-ચેરમેન કારોબારી સમીતી અને દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતના સદસ્યો સર્વે સંજયભાઈ નકુમ, રેખાબેન પ્રતાપભાઈ પીંડારીયા, જગાભાઈ ચાવડા તથા તાલુકા પંચાયત પ્રમુખ ધનશ્યામસિંહ જાડેજા-ખંભાળીયા, સુમાતભાઈ ચાવડા-કલ્યાણપુર, તાલુકા ભાજપ પ્રમુખ સી.એલ.ચાવડા-ખંભાળીયા, દેવાયતભાઈ ગોજીયા-કલ્યાણપુર, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ બુજડ, પ્રતાપભાઈ ચાવડા-ડાયરેકટર એ.પી.એમ.સી. તેમજ વિવિધ આગેવાનો સર્વેશ્રી હરીભાઈ નકુમ, જે.ડી.નકુમ, વિરપાલભાઈ ગઢવી, યોગેશભાઈ મોટાણી, ટપુભાઈ સોનગરા, હીતેશભાઈ પીંડારીયા, ભીખુભા જાડેજા, વેરશીભાઈ ગઢવી, ધનશ્યામબાપુ, કિરીટભાઈ ખેતીયા, રામદેભાઈ કરમુર, શૈલેષભાઈ કણઝારીયા, ખીમભાઈ ભૌચીયા, ભીખુભા ગોપાલજી, પરબતભાઈ વરુ, લખુભાઈ ગોજીયા, હમીરભાઈ છુછર, શંકરભાઈ ઠાકર, એલ.ડી.બોદર, ડો. હર્ષવર્ધન જાડેજા-જીલ્લા શિક્ષણાધિકારી અને મધુબેન ભટ્ટ-જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપરાંત તાલુકા પંચાયતના સદસ્યઓ, નગરપાલિકાના સદસ્વઓ અને વિવિધ સરપંચો તથા બહોળી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બેસ્ટ ટીચર સ્ટેટ એવોર્ડી વાલીબેન વાઘેલા, વિમલભાઈ નકુમ અને નરેન્દ્રભાઈ ઘઉંવા ખાસ ઉપસ્થિત સહેલ હતા. જેઓને સાંસદ અને મહાનુભાવો દ્વારા સાલ અને પુષ્પગુચ્છ વડે સન્માનીત કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech