શહેર ભાજપ પ્રમુખની જહેમતથી જી. જી. હોસ્પીટલમાં 100 પંખાનું અનુદાન

  • May 08, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડો. વિમલભાઇ કગથરાના પ્રયાસોથી મિત્રમંડળે કોવિડના વોર્ડમાં પંખા આપતા દર્દીઓને રાહત

એક તરફ જામનગરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોવિડ હોસ્પીટલમાં દર્દીઓને ગરમીમાં રાહત થાય તે માટે જામનગર ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા અને તેના મિત્રોએ સાથે મળીને 100 પંખાનું કોવિડ/જી.જી. હોસ્પીટલમાં અનુદાન કરતા તેમના સેવાકીય કાર્યની પ્રશંસા થઇ રહી છે.

કોરોનાની મહામારીમાં જામનગર જીલ્લા ઉપરાંત દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જીલ્લામાંથી દર્દીઓ જામનગર આવી રહયા છે અને બેડની સંખ્યાની દ્રષ્ટીએ જોઇએ તો જી.જી. હોસ્પીટલનું નામ મોખરે રહયું છે, 1500થી વધુ બેડ ધરાવતી આ હોસ્પીટલમાં ઉનાળાના સમયમાં વોર્ડમાં દર્દીઓને વધુ રાહત મળી રહે તે માટે ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા દ્વારા જહેમત ઉઠાવીને તેમના મિત્રો, વેપારીઓએ સાથે મળીને હોસ્પીટલમાં 100 નવા પેડેસ્ટર પંખાનું વિતરણ કર્યુ હતું.

આ પ્રસંગે શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રકચરના પરેશભાઇ વાછાણી, શિવમ બ્રાસના આશિષભાઇ રાબડીયા, ભારત પ્રિસીઝનના કે.કે. પટેલ, અશ્ર્વીની મેટલના અશ્ર્વીનભાઇ ગજરા, કેદારનાથ આઇએનસીના અશ્ર્વીનભાઇ સંઘાણી, કમલ મેટલના નવીનભાઇ કોઠીયા, કલ્પેશભાઇ ઠકકર, રાજ હોમ ડેકોરના પંકજભાઇ પાંભર, રવિ એન્ટરપ્રાઇઝના રવિભાઇ, ગાયત્રી મેટલ પ્રોડકટસના મુકેશભાઇ, મિલનભાઇ નંદા, સંદીપ બ્રાસના કલ્પેશભાઇ નારીયા, પ્રિસીસન બ્રાસના દિનેશભાઇ રાબડીયા, પ્રમુખ પ્રોડકટસના મહેશભાઇ બોરસદીયા દ્વારા સંયુકત રીતે ા. અઢી લાખના ખર્ચે 100 હાઇસ્પીડ પેડેસ્ટલ પંખાનું અનુદાન કરવામાં આવ્યું છે.

જી.જી. અને કોવિડ હોસ્પીટલમાં દર્દીઓને સારી સુવિધા મળે તે માટે ભાજપના શહેર અઘ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, શહેરના સંગઠનના હોદેદારો, પદાધિકારીઓ તથા જી.જી. હોસ્પીટલના મેનેજમેન્ટ દ્વારા આ પંખાના અનુદાનને આવકારવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, દાતા પરિવારના પરેશભાઇ વાઘાણી, અધિક સુપ્રી. ડો. વસાવડા સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા આમ જી.જી. હોસ્પીટલને 100 પંખાનું માતબર દાન મળતા દર્દીઓને હાલાકીમાંથી મુકિત મળી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)