સિંહ સાથે...યે દોસ્તી હમ નહીં તોડેંગે...

  • May 17, 2025 12:07 PM 

રાજ્યસભાના સાંસદ પરીમલ નથવાણી સિંહ વસ્તી ગણતરીમાં જોડાયા


ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરીને લઇને ભારે ઉત્તેજના છે, ડાલામથ્થાની સંખ્યામાં કેટલો વધારો થયો ? તે જાણવા બધા આતુર છે, આ દરમ્યાન છેલ્લા કેટલાક સમયથી ગીર અને સિંહપ્રેમને લઇને જાણીતા બનેલા રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણી એ જાતે સિંહની વસ્તી ગણતરીમાં ભાગ લઇને અનુભવ કર્યો હતો, અમરેલી જિલ્લાના ઉના તાલુકાના રાજુલા ગામમાં તેઓ વસ્તી ગણતરીની પ્રક્રિયામાં વનતંત્રની સાથે જોડાયા હતા અને આટલું જ નહીં બાઇક પર બેસીને સિંહની વસ્તી ગણતરીની કામગીરી કેવી રીતે થાય છે, તેના આઇ વીટનેસ બન્યા હતા.

એમણે ફેસબુક પર તસ્વીર સાથે પોસ્ટ મૂકી છે અને તેમાં વસ્તી ગણતરી શરૂ થઇ તેના બીજા દિવસે તેઓ ગયા હોવાનું લખ્યું છે, એમણે પોતે પણ યાદગાર અનુભવ ગણાવ્યો છે, ગીર માટે છેલ્લા કેટલાક વર્ષોમાં પરિમલ નથવાણી દ્વારા ઘણું કરવામાં આવ્યું છે અને હજુ પણ તેઓ આ દિશામાં આગળ વધી રહ્યા છે.

સમયાંતરે સિંહ અને સિંહણ પ્રત્યેનો એમનો લગાવ તસ્વીર‚પી જોવા મળે છે, જ્યારે સમય મળે ત્યારે તેઓ ગીર જવાનું ચૂકતા નથી, તાજેતરમાં જ સિંહણ માટે એમણે એક ખાસ ગીતની રચના પણ કરાવી હતી, સિંહોના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application